News of Friday, 27th March 2026
પ્રયાગરાજમાં ક્રૂરતાની તમામ હદ પાર: પતિએ પત્નીની ઘાતકી હત્યા કરી, પાંચ કલાક સુધી તરફડતી જોઈ રહ્યો, માતા-પિતાના ઝઘડાનું કરુણ પરિણામ
પત્ની કહેતી હતી કે તારા મા-બાપને છોડી દે, એટલે મેં તેને મારી નાખી: પોલીસ સમક્ષ આરોપી પતિની નિર્દયી કબૂલાતથી સમગ્ર પંથકમાં અરેરાટી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી હચમચાવી નાખતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કૌટુંબિક ઝઘડામાં એક પતિએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી. પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી પતિએ પોતાની પત્નીની અત્યંત ઘાતકી રીતે હત્યા કરી નાખી અને ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને બદલે સતત ૫ કલાક સુધી લોહીલુહાણ હાલતમાં તરફડતી જોઈ રહ્યો હતો, જ્યાં સુધી તેનો શ્વાસ ન છૂટી ગયો.
પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને ધરપકડ કરાયા બાદ આરોપીએ જરા પણ પસ્તાવા વિના કબૂલાત કરી હતી કે પત્ની અવારનવાર તેની પાસે તેના વૃદ્ધ માતા-પિતા અને બહેનને છોડી દેવા માટે દબાણ કરતી હતી. આ જ બાબતના સતત કંકાસથી કંટાળીને તેણે ગુસ્સામાં આવીને આ ભયાનક પગલું ભર્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે.*
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
