<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

આગ્રામાં સામાન્ય ભાડાના ઝઘડામાં હેવાનિયત: એક થપ્પડનો બદલો લેવા કાકાએ પોતાની જ આઠ વર્ષની માસૂમ ભત્રીજીનું ગળું કાપી નાખ્યું

માસૂમ બાળકીની ઘાતકી હત્યા બાદ લાશને ડબ્બામાં છુપાવી દીધી: નિર્દયી આરોપીની પોલીસ દ્વારા ધરપકડ, પરિવારમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ

 ઉત્તર પ્રદેશના આગ્રામાં કૌટુંબિક વિવાદમાં અત્યંત લોહીથી ખરડાયેલી અને કમકમાટી ઉપજાવે તેવી ઘટના બની છે. માત્ર ભાડાની સામાન્ય લેવડદેવડ અને એક નાના ઝઘડાએ એક માસૂમ બાળકીનો ભોગ લીધો છે.
 પોલીસ અહેવાલો મુજબ, આરોપી કાકાનો તેના જ ભાઈ સાથે ઘરમાં ભાડા બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં તેને એક થપ્પડ વાગી હતી. આ એક થપ્પડનો બદલો લેવા માટે તેણે રાક્ષસી કૃત્ય આચર્યું હતું.

આરોપીએ ગુસ્સામાં આવીને પોતાની જ ૮ વર્ષની માસૂમ ભત્રીજીને નિશાન બનાવીને તેનું નિર્દયતાથી ગળું કાપી હત્યા કરી નાખી. ગુનો છુપાવવા માટે તેણે બાળકીની લાશને એક ડબ્બા (કનસ્તર)માં સંતાડી દીધી હતી. બાળકી ગુમ થતાં પરિવારે શોધખોળ આદરી હતી અને અંતે લાશ મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી લીધી છે.*

(10:01 PM IST)