<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રામનવમી પર્વ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પરંપરા મુજબ કન્યાઓના ચરણ પખાળ્યા: એક નાનકડી બાળકીએ સીએમને બુલડોઝરની રમકડું ભેટમાં આપ્યું

કાશીમાં કોમી એકતાનું અદભુત ઉદાહરણ: મુસ્લિમ મહિલાઓએ ભગવાન શ્રી રામની આરતી ઉતારીને દેશભરમાં ભાઈચારાનો મોટો સંદેશો પાઠવ્યો

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે કન્યા પૂજન કર્યું હતું. તેમણે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવદુર્ગાના સ્વરૂપ સમાન નાની બાળકીઓના ચરણ પખાળ્યા હતા અને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે એક અત્યંત રસપ્રદ ઘટના બની જ્યારે પૂજામાં બેઠેલી એક નાનકડી બાળકીએ સીએમ યોગીને રમકડાનું 'બુલડોઝર' ભેટમાં આપ્યું, જે જોઈને મુખ્યમંત્રી પણ પોતાનું સ્મિત રોકી શક્યા ન હતા.
બીજી તરફ, આધ્યાત્મિક નગરી વારાણસી (કાશી)માં રામનવમી નિમિત્તે ગંગા-જમના તહેઝીબનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. હિન્દી ભાસ્કરના પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ કાશીમાં મુસ્લિમ મહિલાઓના એક જૂથે એકઠા થઈને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી રામની આરતી ઉતારી હતી. આ અદભુત દ્રશ્યએ સમાજમાં કોમી એખલાસ અને ધાર્મિક સૌહાર્દનો મોટો સંદેશો આપ્યો છે.*

(10:10 PM IST)