<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ઈરાને ઇઝરાયેલ પર છોડેલી મિસાઇલો પર 'થેન્ક્યુ ઇન્ડિયા' લખેલું હોવાના દાવાઓએ પકડેલું જોર: મિસાઇલો પર પાકિસ્તાનનો પણ ઉલ્લેખ હોવાની ચર્ચા

યુદ્ધમાં સમર્થન બદલ ઈરાન દ્વારા ભારતનો આભાર માનવામાં આવ્યો હોવાના અહેવાલો વાયરલ: અમેરિકાની પણ જમીની લડાઈ માટે તૈયારીઓ તેજ

મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ અને મીડિયા પર એક મોટા દાવાએ ભારે ચર્ચા જગાવી છે. વિવિધ મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરો અનુસાર, ઈરાને ઇઝરાયેલ પર જે ઘાતક મિસાઇલો દાગી હતી તેના પર અંગ્રેજીમાં 'થેન્ક્યુ ઇન્ડિયા' (ભારતનો આભાર) લખેલું હતું. એવો દાવો કરાઈ રહ્યો છે કે યુદ્ધના મુશ્કેલ સમયમાં કથિત સમર્થન માટે ઈરાને આ રીતે ભારતનો આભાર વ્યક્ત કર્યો છે.
આ ઉપરાંત, આ મિસાઇલો પર પાકિસ્તાનનું નામ પણ લખેલું હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, બંને દેશોના સત્તાવાર સ્તરે આ દાવાઓની કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. 
દરમિયાન, મધ્ય પૂર્વમાં તંગદિલી એટલી હદે વધી ગઈ છે કે અમેરિકાએ પણ ઇઝરાયેલના સમર્થનમાં ૧૦ લાખ સૈનિકો સાથે જમીની લડાઈની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે

(10:18 PM IST)