<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

કર્ણાટકમાં રૂવાંડા ઊભા કરી દે તેવી ક્રૂરતા: રસ્તા વચ્ચે જ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું, ત્યારબાદ તેના પર કાર ફેરવી દઈને નિર્દયી હત્યા કરી

લોહીલુહાણ હાલતમાં પત્નીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત: બચાવવાને બદલે રાહદારીઓએ વીડિયો બનાવ્યા, પોલીસે આરોપી પતિની અટકાયત કરી

કર્ણાટક રાજ્યમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. ધોળા દિવસે રસ્તા વચ્ચે એક યુવકે પારિવારિક ઝઘડામાં પોતાની પત્નીની ઘાતકી રીતે હત્યા કરી નાખી છે. પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી પતિએ પહેલા તો તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં પત્નીનું ગળું કાપી નાખ્યું હતું અને તે લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા બાદ તેની ઉપર નિર્દયતાથી કાર ફેરવી દીધી હતી.
આ હચમચાવી નાખનારા હુમલાને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં સમાજની સંવેદનહીનતા પણ છતી થઈ હતી, કારણ કે આસપાસ હાજર રાહદારીઓએ મહિલાને બચાવવાનો પ્રયાસ કરવાને બદલે ઘટનાના મોબાઈલ વીડિયો બનાવવામાં વધુ રસ દાખવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી ગુનો નોંધી આરોપી પતિની પૂછપરછ શરૂ કરી છે

(10:25 PM IST)