<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

બોલિવૂડની ધકધક ગર્લ માધુરી દીક્ષિતનો રિયલ એસ્ટેટમાં નવો સોદો: મુંબઈમાં ૪.૨૫ લાખના માસિક ભાડે કોમર્શિયલ યુનિટ લીધું

નવા બિઝનેસ સાહસ માટે અભિનેત્રીની જોરદાર તૈયારી: મુંબઈના પ્રાઇમ લોકેશન પર લાંબા ગાળાના ભાડા કરાર પર કરી સત્તાવાર સહી


બોલિવૂડની સદાબહાર અભિનેત્રી માધુરી દીક્ષિતે મુંબઈના કમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટો સોદો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માધુરીએ મુંબઈના એક પ્રાઇમ લોકેશન પર લાંબા ગાળા માટે એક કમર્શિયલ યુનિટ ભાડે લીધું છે, જેનું શરૂઆતી માસિક ભાડું અધધ ૪.૨૫ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
ભાડા કરારના સત્તાવાર દસ્તાવેજો મુજબ, આ યુનિટનો ઉપયોગ ઓફિસ સ્પેસ કે અન્ય પ્રોડક્શન સંબંધિત કામકાજ માટે કરવામાં આવી શકે છે. માધુરી દીક્ષિત તાજેતરના સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ અને પોતાની ઓનલાઈન ડાન્સ એકેડમી સહિતના વિવિધ બિઝનેસ સાહસોમાં સક્રિય જોવા મળી છે.
મુંબઈમાં કોમર્શિયલ પ્રોપર્ટીના ભાડા આસમાને પહોંચ્યા છે, ત્યારે બોલિવૂડ સ્ટાર્સ દ્વારા બિઝનેસના વિસ્તરણ માટે કરવામાં આવતા આવા મોટા રોકાણો રિયલ એસ્ટેટ બજારમાં હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે.*

(10:40 PM IST)