News of Friday, 27th March 2026
નરેન્દ્રભાઈ આવતીકાલે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ-૧નું ભવ્ય ઉદ્ઘાટન કરશે: દેશને મળશે નવું એવિએશન હબ
૧૧,૨૦૦ કરોડ રૂપિયાના અધધ રોકાણથી તૈયાર થયું છે આધુનિક એરપોર્ટ: એનસીઆર અને પશ્ચિમ યુપીના ઔદ્યોગિક વિકાસને મળશે નવી ઉડાન

ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરના નાગરિકોની લાંબા સમયની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેને જેવર એરપોર્ટ પણ કહેવાય છે) ના પ્રથમ તબક્કા (ફેઝ-૧) નું ભવ્ય ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ એરપોર્ટ ભારતનું સૌથી મોટું અને આધુનિક એવિએશન હબ બનવા જઈ રહ્યું છે.
સત્તાવાર માહિતી અનુસાર, આ એરપોર્ટના પ્રથમ તબક્કાનું નિર્માણ આશરે ૧૧,૨૦૦ કરોડ રૂપિયાના જંગી રોકાણથી કરવામાં આવ્યું છે. તે અત્યાધુનિક પેસેન્જર ટર્મિનલ, વિશાળ રનવે અને આધુનિક કાર્ગો સુવિધાઓથી સજ્જ છે.
આ નવા એરપોર્ટના શરૂ થવાથી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરનું ભારે ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે. સાથોસાથ ઉત્તર પ્રદેશના પશ્ચિમી વિસ્તારોમાં રોજગારીની હજારો નવી તકો ઊભી થશે અને પ્રવાસન તેમજ બિઝનેસને મોટું બુસ્ટર ડોઝ મળશે
(10:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
