<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રિલાયન્સ કોમ્યુનિકેશન્સના ૪૦,૦૦૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં મોટો વળાંક: ઇડી દ્વારા પુનિત ગર્ગ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન કમ્પ્લેઇન્ટ ફાઇલ: આરકોમના પૂર્વ ડિરેક્ટરની જાન્યુઆરી ૨૦૨૬માં થઈ હતી સનસનાટીભરી ધરપકડ

ભારતના સૌથી મોટા કોર્પોરેટ કૌભાંડોમાંના એક એવા રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) ના ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ કાનૂની સકંજો કસ્યો છે. ઇડીએ આરકોમના પૂર્વ ડિરેક્ટર પુનિત ગર્ગ વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ઔપચારિક રીતે પ્રોસિક્યુશન કમ્પ્લેઇન્ટ (ચાર્જશીટ) દાખલ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, ૪૦ હજાર કરોડ રૂપિયાની બેંક લોનની હેરાફેરી અને કથિત મની લોન્ડરિંગના આ ગંભીર કેસમાં ઇડીએ જાન્યુઆરી ૨૦૨૬માં પુનિત ગર્ગની ધરપકડ કરી હતી. ચાર્જશીટમાં તપાસ એજન્સીએ વિગતવાર જણાવ્યું છે કે કેવી રીતે બેંકો પાસેથી લીધેલી લોનની જંગી રકમને અન્યત્ર વાળવામાં આવી હતી.
આ કૌભાંડમાં દેશની અનેક અગ્રણી બેંકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. કોર્ટમાં દાખલ કરાયેલી આ ચાર્જશીટને પગલે હવે પુનિત ગર્ગ અને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય લોકો સામેની કાનૂની કાર્યવાહી વધુ વેગવંતી બનશે

(10:47 PM IST)