<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાનનું અત્યંત આક્રમક પગલું: પૂર્વ મંજૂરી વિના પ્રવેશ કરનારા વધુ એક ઓઇલ ટેન્કરને ફૂંકી માર્યું

મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાનની લશ્કરી કાર્યવાહીથી ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે તંગદિલીમાં ભારે વધારો

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને ભૌગોલિક રાજકીય તંગદિલી વચ્ચે ઈરાને વધુ એક ઉશ્કેરણીજનક અને આક્રમક પગલું ભર્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઈરાની દળોએ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા વધુ એક ઓઇલ ટેન્કરને નિશાન બનાવીને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે.
ઈરાનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઓઇલ ટેન્કરે તેમની પૂર્વ મંજૂરી વિના તેમના જળવિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. તાજેતરના સમયમાં હોર્મુઝની સામુદ્રધુનીમાં આવી આ બીજી કે ત્રીજી મોટી ઘટના છે, જ્યાં આંતરરાષ્ટ્રીય વ્યાપારી જહાજોને સીધું નિશાન બનાવવામાં આવ્યા હોય.
આ હુમલાને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલ માર્કેટમાં ભારે ખળભળાટ મચી ગયો છે. હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના ઓઇલ સપ્લાય માટે અત્યંત વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ માર્ગ છે. આવી ઘટનાઓ આંતરરાષ્ટ્રીય વેપાર, ક્રૂડના ભાવો અને વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર ખતરો ઊભો કરી રહી છે.*

(10:48 PM IST)