<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

આદિત્ય બિરલા રિયલ એસ્ટેટનું મુંબઈના રિડેવલપમેન્ટ સેગમેન્ટમાં શાનદાર પદાર્પણ: ખાર વેસ્ટમાં નવા પ્રોજેક્ટ સાથે કરશે શુભારંભ

જમીનની અછત ધરાવતા એમએમઆર હાઉસિંગ માર્કેટમાં વધતી માંગને પહોંચી વળવા માસ્ટર પ્લાન: લક્ઝરી રહેઠાણો પર કંપનીનું વિશેષ ધ્યાન

દેશના અગ્રણી ઔદ્યોગિક જૂથ આદિત્ય બિરલા ગ્રૂપની રિયલ એસ્ટેટ શાખાએ હવે મુંબઈના અત્યંત આકર્ષક રિડેવલપમેન્ટ સેગમેન્ટમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો છે. કંપનીએ મુંબઈના પોશ વિસ્તાર ખાર વેસ્ટમાં એક મોટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સાથે આ ક્ષેત્રમાં પોતાનો પગપેસારો કર્યો છે.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર) માં જમીનની ભારે અછત છે, પરંતુ લક્ઝરી અને આધુનિક હાઉસિંગની માંગ સતત વધી રહી છે. આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ આ ડિમાન્ડ અને સપ્લાય ગેપનો ફાયદો ઉઠાવવા માંગે છે અને શહેરના મધ્યમાં પ્રીમિયમ પ્રોપર્ટી ઊભી કરવાનું લક્ષ્ય રાખે છે.
આ પ્રોજેક્ટ હેઠળ જૂની ઇમારતોને તોડીને વિશ્વકક્ષાની સુવિધાઓ ધરાવતા પ્રીમિયમ એપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવશે. રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે, બિરલા ગ્રૂપના પ્રવેશથી મુંબઈના રિડેવલપમેન્ટ માર્કેટમાં પારદર્શિતા અને ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે

(10:50 PM IST)