<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

દિલ્હીમાં ૪૫ કરોડની જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી: ઇડીએ અલ ફલાહ ગ્રૂપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીની ફરી ધરપકડ કરી

નવા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનો સકંજો: ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને છેતરપિંડીથી જમીન હડપવાનો આરોપ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ અલ ફલાહ ગ્રૂપ વિરુદ્ધ પોતાની તપાસ વધુ તેજ બનાવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નવા મની લોન્ડરિંગ કેસમાં અલ ફલાહ ગ્રૂપના ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીની ફરીથી ધરપકડ કરી છે, જેને પગલે કોર્પોરેટ વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ઇડીના સત્તાવાર અહેવાલો મુજબ, આ નવો કેસ દિલ્હીમાં આશરે ૪૫ કરોડ રૂપિયાની કિંમતની જમીનની છેતરપિંડીપૂર્વક અને ગેરકાયદેસર રીતે ખરીદી કરવા સાથે જોડાયેલો છે. સિદ્દીકી પર આરોપ છે કે તેમણે બોગસ નાણાકીય વ્યવહારો મારફતે કાળા નાણાંને ધોળા કરીને આ જમીન હડપી લીધી હતી.
અગાઉ પણ જવાદ અહેમદ સિદ્દીકી વિરુદ્ધ નાણાકીય ગેરરીતિઓના ગંભીર આરોપો લાગેલા છે. ઇડીની ટીમ હવે આ ૪૫ કરોડના લેન્ડ ડીલમાં સામેલ અન્ય મળતિયાઓની પણ શોધખોળ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી સંભાવના છે.*

(10:52 PM IST)