<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

માત્ર ક્રૂડ જ નહીં હોર્મુઝ સ્ટ્રેટથી ઈન્ટરનેટને પણ લાગી શકે ઝટકો : ટેલિકોમ કંપની ચિંતામાં : સરકારે કહ્યું-બેકઅપ પ્લાન તૈયાર કરો

સમુદ્રની નીચે બિછાવેલા કેબલ્સ જ વિશ્વભરમાં ઈન્ટરનેટ અને ડેટા ટ્રાફિક માટે કરોડરજ્જા સમાન: કેબલને નુકસાન થાય છે તો તેની સીધી અસર ઈન્ટરનેટ સ્પીડ તથા કનેક્ટિવિટી પર પડી શકે છે

નવી દિલ્હી :મધ્યમ પૂર્વમાં જે યુદ્ધની સ્થિતિ ફક્ત ક્રુડ ઓઈલ અથવા સુરક્ષા ચિંતાજનક નથી પણ ઈન્ટરનેટ તથા ડેટા કનેક્ટિવિટીને લઈ પણ સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી ભારત સરકારે ટેલિકોમ કંપનીઓ તથા સમુદ્રની અંદર કેબલ બિછાવતી કંપનીઓને આદેશ કર્યો છે કે તે જોખમનું મૂલ્યાંકન કરે અને બેકઅપ પ્લાન પણ તૈયાર રાખે. હકીકતમાં સમુદ્રની નીચે બિછાવેલા કેબલ્સ જ વિશ્વભરમાં ઈન્ટરનેટ અને ડેટા ટ્રાફિક માટે કરોડરજ્જા સમાન છે.

 

નિષ્ણાતોનું માનવું છે કે સ્ટ્રેટ ઓફ હોરમુઝ ભારત માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. કારણ કે ભારતનો મોટાભાગનો ડેટા ટ્રાફિક આ માર્ગેથી અમેરિકા અને યુરોપ સુધી જાય છે. આ સંજોગોમાં અહીં કોઈ કેબલને નુકસાન થાય છે તો તેની સીધી અસર ઈન્ટરનેટ સ્પીડ તથા કનેક્ટિવિટી પર પડી શકે છે.

સરકારે ટેલિકોમ વિભાગ(DoT)ના ઈન્ડસ્ટ્રીઝ સાથે બેઠકો યોજવા કહ્યું છે કે જેથી કોઈ ઈમર્જન્સીની સ્થિતિ માટે તૈયાર રહી શકાય. જોકે કેટલોક ટ્રાફિક સિંગાપુરના માર્ગે ડાઈવર્ટ કરી શકાય છે. જોકે તે સંપૂર્ણ લોડને વહન કરવા માટે પર્યાપ્ત નથી.

 

જો કેબલ્સને અન્ય માર્ગો સાથે જોડવામાં આવે તો તે સક્રિય ન પણ થઈ શકે અને મોંઘ હશે, પણ ઈન્ટરનેટની સ્પીડને અસર કરી શકે છે. પેસિફિક રુટ લાંબો હોવાથી ડેટા ટ્રાન્સફરમાં વધારે સમય લાગશે. જેથી લેટેન્સી વધશે તથા પ્રોસેસિંગ સ્પીડ ધીમી હોઈ શકે છે.આ ઉપરાંત મોટી ટેક કંપનીઓ જેવી કે Amazon Web Services અગાઉથી જ કેબલ કેપેસિટીના મોટા હિસ્સાનો ઉપયોગ કરી રહી છે. અન્ય કંપનીઓ માટે વિકલ્પ વધારે મોંઘો થઈ જાય છે.

ભારતની મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે Reliance Jio, Bharti Airtel અને Tata Communications સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જોકે, આ કંપનીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ઝી ન્યૂઝે એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે કંપનીઓ સામાન્ય રીતે નાના-મોટા નુકસાન માટે તૈયાર રહે છે. જોકે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે કોઈ પ્લાન કરવામાં આવ્યો ન હતો

જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે તો ભારતની 270 બિલિયન ડોલરની ડેટા સેન્ટર યોજના પર અસર પડી શકે છે. ભારત તેની ડિજિટલ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સુધારેલ આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પર આધાર રાખે છે. તાજેતરમાં Sundar Pichaiએ ભારત-અમેરિકા કનેક્ટ પહેલની જાહેરાત કરી, જેનો હેતુ નવા કેબલ રૂટ સ્થાપિત કરવાનો છે .

.

(11:19 PM IST)