News of Saturday, 28th March 2026
ઈઝરાયેલી હુમલા બાદ ઈરાન બરાબરનું ગિન્નાયું: તસ્નીમ ન્યૂઝ એજન્સીએ ગ્રાફિક્સ જારી કરી ઈઝરાયેલ અને અખાતી દેશોની સ્ટીલ ફેક્ટરીઓ પર વળતા પ્રહારની ખુલ્લી ધમકી આપી
સત્તાવાર ગ્રાફિકમાં ઈઝરાયેલ અને અન્ય અખાતી (ગલ્ફ) દેશોમાં આવેલી અગ્રણી સ્ટીલ ફેક્ટરીઓની યાદી અને નકશા સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા

ઈરાનની બે સૌથી મોટી સ્ટીલ ફેક્ટરીઓ પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ઘાતક હવાઈ હુમલાઓ બાદ ઈરાન વળતા પ્રહાર માટે બરાબરનું ઉશ્કેરાયું છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) સાથે સીધી રીતે સંકળાયેલી ઈરાનની સરકારી સમાચાર સંસ્થા 'તસ્નીમ ન્યૂઝ એજન્સી'એ એક ધમકીભર્યું ઇન્ફોગ્રાફિક પોસ્ટર જારી કર્યું છે.
આ સત્તાવાર ગ્રાફિકમાં ઈઝરાયેલ અને અન્ય અખાતી (ગલ્ફ) દેશોમાં આવેલી અગ્રણી સ્ટીલ ફેક્ટરીઓની યાદી અને નકશા સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યા છે. ઈરાને ખુલ્લી ચેતવણી આપી છે કે તેઓ પોતાના ઔદ્યોગિક માળખા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે ટૂંક સમયમાં જ આ દુશ્મન દેશોના સ્ટીલ પ્લાન્ટ્સને બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી નિશાન બનાવશે.
ઈરાનની આ આક્રમક ધમકીને પગલે સમગ્ર અરબ અને ગલ્ફ પ્રાંતમાં ભારે ગભરાટનો માહોલ છવાઈ ગયો છે. જો ઈરાન સાઉદી અરેબિયા કે યુએઈ જેવા દેશોના ઔદ્યોગિક એકમો પર હુમલો કરશે, તો આ યુદ્ધ સમગ્ર મધ્ય પૂર્વના અર્થતંત્રને તબાહ કરી દેશે તેવી દહેશત વર્તાઈ રહી છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
