News of Saturday, 28th March 2026
ફર્સ્ટ લેડી જિલ બાઇડેનની સુરક્ષામાં મોટી ચૂક: ફિલાડેલ્ફિયા એરપોર્ટ પર એસ્કોર્ટ કરતી વખતે સિક્રેટ સર્વિસના એજન્ટથી ભૂલથી પોતાની જ પગમાં ગોળી વાગી ગઈ
બંદૂકમાંથી અચાનક છૂટેલી ગોળી સીધી એજન્ટના જ પગમાં ઘૂસી ગઈ

અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડેનની સુરક્ષા વ્યવસ્થામાં એક અત્યંત ચોંકાવનારી અને દુર્ઘટનાપૂર્ણ ઘટના પ્રકાશમાં આવી છે. ડેઈલી મેલના તાજા અહેવાલો અનુસાર, જિલ બાઇડેનની અંગત સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલા એક વરિષ્ઠ સિક્રેટ સર્વિસ એજન્ટથી અકસ્માતે પોતાના જ હથિયારમાંથી ફાયરિંગ થઈ ગયું હતું.
આ ઘટના ત્યારે બની જ્યારે ફર્સ્ટ લેડી જિલ બાઇડેન ફિલાડેલ્ફિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પસાર થઈ રહ્યા હતા અને આ એજન્ટ તેમને સુરક્ષા કવચ પૂરું પાડીને એસ્કોર્ટ કરી રહ્યો હતો. બંદૂકમાંથી અચાનક છૂટેલી ગોળી સીધી એજન્ટના જ પગમાં ઘૂસી ગઈ હતી, જેનાથી એરપોર્ટ પર થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો.
ઈજાગ્રસ્ત એજન્ટને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સિક્રેટ સર્વિસ દ્વારા આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે અને આકસ્મિક ફાયરિંગ કેવી રીતે થયું તેની આંતરિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં જિલ બાઇડેનને કોઈ જ નુકસાન પહોંચ્યું નથી.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
