News of Saturday, 28th March 2026
વ્હાઇટ હાઉસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર રહસ્યમય વીડિયોઝ
કનેક્શન અને એક્સ ફીડની સમસ્યાઓ વચ્ચે અમેરિકી પ્રમુખ કાર્યાલયે લોન્ચ કરી પોતાની નવી સત્તાવાર એપ

અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ દ્વારા સોશિયલ મીડિયા પર ચાલી રહેલી રહસ્યમય ગતિવિધિઓએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. છેલ્લા બે દિવસથી વ્હાઇટ હાઉસના સત્તાવાર એકાઉન્ટ્સ પરથી અનેક ક્રિપ્ટિક (રહસ્યમય) વીડિયો અને ફોટાઓ શેર કરવામાં આવી રહ્યા હતા, જેને લઈને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વિવિધ અટકળો ચાલી રહી હતી.
આ તમામ રહસ્યો વચ્ચે, વ્હાઇટ હાઉસે અચાનક પોતાની તમામ સત્તાવાર માહિતી અને સમાચારો સીધા નાગરિકો સુધી પહોંચાડવા માટે એક નવી સત્તાવાર 'વ્હાઇટ હાઉસ એપ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તાજેતરમાં ઇલોન મસ્કના માલિકીના પ્લેટફોર્મ 'એક્સ' (X) પર વ્હાઇટ હાઉસની ફીડ વારંવાર લોડ ન થવાની અને કનેક્શન ઈશ્યુની વ્યાપક સમસ્યાઓ સામે આવી હતી.
આ ટેકનિકલ ખામીઓને પગલે વહીવટીતંત્રે સીધો જનતા સાથે સંપર્ક જાળવી રાખવા માટે આ નવો ડિજિટલ રસ્તો અપનાવ્યો છે. આ નવી અને આધુનિક એપ હવે તમામ અગ્રણી એપ સ્ટોર્સ પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
