News of Saturday, 28th March 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે ટૂંક સમયમાં ગંભીર વાટાઘાટો શરૂ થવાની સંભાવના
વિદેશ મંત્રી માર્કો રુબિયોનો જી-૭ બેઠકમાં સંકેત, વધુ બે થી ચાર સપ્તાહ ચાલશે યુદ્ધ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે એક મોટા રાજદ્વારી ઘટનાક્રમમાં શાંતિની આશા જાગી છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શુક્રવારે યોજાયેલી જી-૭ દેશોના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સાથી દેશોને સંકેત આપ્યો છે કે અમેરિકા ઈરાન સાથે સીધી અને ગંભીર વાટાઘાટો કરવાના ખૂબ જ નજીક પહોંચી ગયું છે.
મીડિયા રિપોર્ટ્સ અને એક્સિઓસના અહેવાલ મુજબ, આંતરિક સૂત્રોએ જણાવ્યું છે કે શાંતિ કરારની દિશામાં સક્રિય કામગીરી ચાલી રહી હોવા છતાં, હાલનો સંઘર્ષ અને યુદ્ધ હજુ પણ આગામી બે થી ચાર સપ્તાહ સુધી ચાલુ રહેશે તેવી સ્પષ્ટ ધારણા છે.
આ સમયગાળા દરમિયાન બંને પક્ષો ટેબલ પર વાટાઘાટોમાં પોતાનું પલડું ભારે કરવા માટે લશ્કરી કાર્યવાહી ચાલુ રાખી શકે છે. જો આ વાટાઘાટો અંતે સફળ રહેશે તો ખાડી દેશોમાં અને વૈશ્વિક અર્થતંત્રમાં મોટી રાહત જોવા મળશે, પરંતુ ત્યાં સુધી યુદ્ધના મેદાનમાં સ્થિતિ તંગ જ રહેવાની પૂરી સંભાવના છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
