News of Saturday, 28th March 2026
સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાનનો ભીષણ હુમલો
બેલેસ્ટિક મિસાઇલો અને ડ્રોનથી અમેરિકી વાયુસેનાનું કેસી-૧૩૫ સ્ટ્રેટોટેન્કર સંપૂર્ણપણે ફૂંકી માર્યું

મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે સીધો અમેરિકા અને ઈરાન વચ્ચેના જંગમાં ફેરવાઈ રહ્યો છે. તાજેતરની સેટેલાઇટ તસવીરો અને સત્તાવાર અહેવાલો મુજબ, ઈરાને સાઉદી અરેબિયામાં આવેલા અત્યંત સુરક્ષિત ગણાતા 'પ્રિન્સ સુલતાન એરબેઝ' પર ભીષણ બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો છે. આ હુમલામાં અમેરિકન એરફોર્સને મોટું નુકસાન પહોંચ્યું છે.
આ અત્યંત આક્રમક હુમલામાં અમેરિકી વાયુસેનાનું મહત્ત્વપૂર્ણ 'કેસી-૧૩૫ સ્ટ્રેટોટેન્કર' (હવામાં ઇંધણ ભરતું મહાકાય જહાજ) સંપૂર્ણપણે નાશ પામ્યું છે, જ્યારે અન્ય કેટલાક લશ્કરી એરક્રાફ્ટને પણ ભારે નુકસાન થયું હોવાનું સેટેલાઇટ તસવીરોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
ઈરાન દ્વારા અમેરિકી સૈન્ય મથક પર સીધો હુમલો કરવામાં આવતા વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે અને આગામી દિવસોમાં ઈરાન પર અમેરિકા દ્વારા આકરા વળતા પ્રહારની પૂરી સંભાવના છે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
