<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

રક્ષા મંત્રી રાજનાથ સિંહના રહસ્યમય સંદેશ બાદ 'ઓપરેશન સિંદૂર ૨.૦'ની અટકળો તેજ: શું ભારત મોટા યુદ્ધ કે ટુ-ફ્રન્ટ વોર માટે સજ્જ થઈ રહ્યું છે?

સંરક્ષણ મંત્રીનો આ સંદેશ પ્રજાને માનસિક રીતે તૈયાર કરવા માટેનો સત્તાવાર પ્રયાસ હોવાનું મનાય છે


ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર એક અત્યંત રહસ્યમય અને સૂચક સંદેશ પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા અને સંરક્ષણ નિષ્ણાતોમાં ભારે અટકળોનો દોર શરૂ થયો છે. સંરક્ષણ મંત્રીએ દેશના ભવિષ્ય અને વૈશ્વિક સત્તા માટે નાગરિકોને "કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા" હાકલ કરી છે, જેને પગલે 'ઓપરેશન સિંદૂર ૨.૦' નામે હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે.
સૂત્રોના મતે, આ માત્ર સામાન્ય નિવેદન નથી, પરંતુ દેશની સરહદો પર ઊભી થયેલી ગંભીર ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓનો સંકેત છે. તાજેતરમાં ભારતે મ્યાનમાર બોર્ડર પર અમેરિકન સમર્થિત ડ્રોન વોરફેર રિંગનો પર્દાફાશ કર્યો હતો. બીજી તરફ, પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓ વધતા તે ગ્લોબલ ટેરર ઈન્ડેક્સમાં ટોચ પર પહોંચી ગયું છે.
આ તમામ ઘટનાઓ અને દેશની આસપાસ ઊભી થઈ રહેલી અસ્થિરતા જોતા, નિષ્ણાતો માની રહ્યા છે કે દેશ 'ટુ-ફ્રન્ટ વોર' (બે મોરચે યુદ્ધ) અથવા કોઈ મોટી ક્રોસ-બોર્ડર મિલિટરી ઓપરેશનની સંભાવનાનો સામનો કરી રહ્યો છે. સંરક્ષણ મંત્રીનો આ સંદેશ પ્રજાને માનસિક રીતે તૈયાર કરવા માટેનો સત્તાવાર પ્રયાસ હોવાનું મનાય છે

(12:44 AM IST)