News of Saturday, 28th March 2026
ઈરાનની અખાતી દેશોને ખુલ્લી ધમકી, હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણ બંધ કરી
ગલ્ફના પાવર પ્લાન્ટ્સ અને ઓઇલ રિફાઇનરીઓ પર ભીષણ હુમલાની ખતરનાક તૈયારી

ઇઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં હવે ઈરાને આક્રમક વલણ અપનાવતા સમગ્ર ખાડી (ગલ્ફ) ક્ષેત્રને બાનમાં લેવાની તૈયારી કરી લીધી છે. ઈરાને સત્તાવાર રીતે અત્યંત ગંભીર ધમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે તેઓ ટૂંક સમયમાં અખાતી દેશોમાં આવેલા પાવર પ્લાન્ટ્સ, પાવર ગ્રીડ નેટવર્ક, ઓઇલ રિફાઇનરીઓ, પાઇપલાઇન્સ અને અન્ય મોટા ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટા પાયે હવાઈ અને મિસાઇલ હુમલાઓ કરવા જઈ રહ્યા છે.
આ સાથે જ, ઈરાને વૈશ્વિક ઓઇલ સપ્લાય માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી 'હોર્મુઝની સામુદ્રધુની' (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) ને વ્યાપારી જહાજો માટે સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. હોર્મુઝમાંથી દરરોજ વિશ્વનું લાખો બેરલ ક્રૂડ ઓઇલ પસાર થાય છે, આ માર્ગ બંધ થવાથી વૈશ્વિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચવાની પૂરી આશંકા છે અને સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે.
ઈરાનનું આ પગલું દર્શાવે છે કે આ યુદ્ધ હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. જો ઈરાન સાઉદી અરેબિયા કે યુએઈ જેવા દેશોના એનર્જી સેક્ટરને નિશાન બનાવશે, તો સમગ્ર મધ્ય પૂર્વની અર્થવ્યવસ્થા પડી ભાંગશે. આ આક્રમક નિવેદનોને પગલે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ પણ ખાડી વિસ્તારમાં પોતાની સૈન્ય ગતિવિધિઓ તેજ કરી દીધી છે.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
