<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

દુબઈમાં અનરાધાર વર્ષાઃ અનેક સ્‍થળે પૂર જેવી સ્‍થિતિઃ વાહનવ્‍યવહાર ઠપ્‍પ

સમગ્ર અરબ દ્વિપકલ્‍પમાં બારે માસ વહેતી નદી જ નથી અનરાધાર વર્ષા તો બીજી તરફ પ્રચંડ પવનોથી તારાજી

દુબઈ,તા.૨૮: જ્‍યાં વર્ષા સ્‍વપ્ન સમાન છે તેવા યુએઇમાં શુક્રવારે અનરાધાર વર્ષા થતા સમગ્ર પ્રદેશ જળબંબાકાર બની ગયો હતો. તેમાં યે દુબઈ ઉપર તો જાણે કુદરત રૂઠી હોય તેમ, પ્રચંડ વર્ષા સાથે કલાકના ૬૦ કી.મી.ની ઝડપે ફૂંકાતા પવનોએ તબાહી વેરી નાખી હતી. શહેરના માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા અને લગભગ આઠ દસ માસ સુધી તો કોરીકટ રહેલી ‘વાડી' (નાનાં ઝરણાં)માં અચાનક પ્રચંડ પૂર આવ્‍યા હતા. વાહન વ્‍યવહાર ઠપ્‍પ થઈ ગયો હતો. સરકારે હાઇ-એલર્ટ જાહેર કરવા સાથે યુદ્ધના ધોરણે બચાવ કાર્ય હાથ ધર્યું છે.

અલ-મેઇનમાં જળપ્રવાહ અત્‍યંત ટ્ટ વધી રહેતા જળ સપાટી પણ વધી ગઈ છે. ઑનલાઈન વિડીયોમાં છલકાતી ‘‘વાડીઓ' જોવા મળે છે.સરકારે ત્‍યાં ત્‍વરીત પગલા લેવા શરૂ કર્યા છે સાથે નાગરિકોને ધસમસતી વાડીઓથી દૂર રહેવા કડક સૂચના આપી દીધી છે. વરસાદ દરમિયાન બની શકે તો ધરની બહાર પણ નહીં નીકળવા નાગરિકોને તાકીદ કરવામાં આવી છે. યુ.એ.ઈ.ની મિનિસ્‍ટ્રી ઑફ ઇન્‍ટીરીયેર વધુમાં જણાવે છે કે, ‘ઘરની બહાર જવામાં પણ જાનનું જોખમ રહેલું છે.'

આ ઉપરાંત ખીણોની નજીક નહી જવા સિચાઈ માટેની નહેરોની પણ નજીક નહીં જવા તથા આડબંધો પાસે પણ નહી

જવા નાગરિકોને આદેશ આપવામાં આવી ગયો છે. સાથે જણાવ્‍યું છે કે, આ સૂચનાઓનો ભંગ કરનારને ૧,૦૦૦  દીનાર સુધીનો દંડ કરવામાં આવશે.

(10:05 AM IST)