News of Saturday, 28th March 2026
ટેલર સ્વિફટ સાત એવોર્ડ્સ જીતીઃ સૌથી વધુ જીતનો રેકોર્ડ તોડયો

ટેલર સ્વિફટનો દબદબો ફરી એકવાર જોવા મળ્યો હતો. પ્રતિષ્ઠિત આઈ હાર્ટ રશેડિયો મ્યુઝિક એવોર્ડ્સ ખાતે તેટે ૯માંથી ૭ એવોર્ડ્સ જીત્યા હતા. આ સાથે જ તે કુલ ૪૧ એવોર્ડ જીતનારી સૌથી સફળ કલાકાર બની ગઈ છે. ટેલર સ્વિફટ તેના મંગેતર ટ્રેવિસ કેલ્સી સાથે હાજર રહી હતી. ‘ધ લાઈફ ઓફ અ શોગર્લ' માટે બેસ્ટ પોપ આલ્બમનો એવોર્ડ સ્વીકારતા તેણે કહ્યું કે આ આલ્બમ એક હેપ્પી, કોન્ફિડેન્ટ અને ફ્રી હોવાનો અહેસાસ કરાવે છે. આ સાથે જ તેણે ‘ધ ફેટ ઓફ ઓફેીલયા' ને તેની કારકિર્દીનું સૌથી મોટું હિટ બનાવવા બદલ ફેન્સનો આભાર માન્યો હતો.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
