News of Saturday, 28th March 2026
અમેરિકા ૩૯ લાખ કરોડ ડોલરનું દેવાદાર બન્યું: દારૂગોળા પાછળ રોજ ૧.૧૯ બિલિયન ડોલરનો ખર્ચ
ઇરાન સાથેના યુદ્ધમાં અમેરિકાની ખરાબ હાલતઃ આ દેવું એટલું મોટું છે કે વાર્ષિક ૯૦૦ બિલિયન ડોલરનું વ્યાજ ચૂકવવું પડે છે

હૈદરાબાદ તા.૨૮: ઇરાન અને ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે, વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના ભાવમાં વધારો થયો છે. મિડલ ઇસ્ટ, પヘમિ એશિયા અને ગલ્ફ દેશમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. આ બધા વચ્ચે, અમેરિકાની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ બની ગઇ છે. ૨૭ દિવસથી ચાલી રહેલા સંઘર્ષમાં અમેરિકા અત્યાર સુધી ૨૮ અબજ ૫૦ કરોડ ડોલર કરતા વધુનો ખર્ચ કરી ચુક્યો છે, જે સરેરાશ ૧ અબજ ૧૯ કરોડ ડોલર પ્રતિ દિવસનો ખર્ચ છે.
તેવી જ રીતે, ઇઝરાયલ દરરોજ ૩૦ કરોડ ડોલરનો ખર્ચ કરી રહ્યો છે. યુદ્ધને કારણે અમેરિકન અર્થતંત્રને ભારે ફટકો પડ્યો છે. અમેરિકાના કોંગ્રેસન બજેટ કાર્યાલય (CBO, Congressional Budget Office) અનુસાર દેશનું રાષ્ટ્રીય દેવું હવે ૩૯ લાખ કરોડ ડોલરને પાર કરી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ ટેરિફમાં અભૂતપૂર્વ વધારો લાગુ કર્યો હોવા છતાં પણ આ પરિસ્થિતિ જોવા મળે છે. આવો ETV Bharat Explainerમાં સમજીયે આ સંઘર્ષમાં ક્યા ક્યા મોટા હથિયારોનો પ્રયોગ કરવામાં આવ્યો? અત્યાર સુધી ક્યા દેશે કેટલો ખર્ચ કર્યો?
અમેરિકાએ યુદ્ધ માટે માંગ્યા ૨૦૦ અબજ ડોલરઃ ઇરાન પર અમેરિકા-ઇઝરાયેલે ૨૮ ફેબ્રુઆરીએ પ્રથમ હુમલો કર્યો હતો. તે બાદથી અત્યાર સુધી સતત બન્ને તરફથી હુમલા ચાલુ છે. અમેરિકાએ લગભગ ૨૮.૫ બિલિયન (૨૮ અબજ ૫૦ કરોડ) ડોલરનો ખર્ચ કર્યો છે જે સરેરાશ ૧.૧૯ બિલિયન (૧ અબજ ૧૯ કરોડ) ડોલર પ્રતિદિવસ થાય છે. રોજ થઇ રહેલા ભારે ખર્ચને કારણે જ અમેરિકન સંરક્ષણ મંત્રાલયે સરકારને યુદ્ધ માટે ૨૦૦ બિલિયન (૨૦૦ અબજ) ડોલરની વધારાની રકમની માંગ કરી છે.
યુદ્ધમાં ઇઝરાયેલે અત્યાર સુધી કેટલો ખર્ચ કર્યો ઇઝરાયેલના હારેત્ઝ અખબારે સૂત્રોના હવાલાથી જણાવ્યું કે ઇરાન વિરૂદ્ધ યુદ્ધના પહેલા ૨૦ દિવસમાં ઇઝરાયેલી સેનાનો ખર્ચ લગભગ ૬.૪ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. ઇઝરાયેલ પ્રતિ દિવસ સરેરાશ ૩૦ કરોડ ડોલરનો ખર્ચ કરી રહ્યું છે. ઇઝરાયેલ સરકારે યુદ્ધ મેનેજમેન્ટ માટે પહેલા જ લગભગ ૩૯ અબજ શેકેલ એટલે કે ૧૨.૫ અબજ ડોલરની ફાળવણી કરી હતી.
અમેરિકા વિશ્વનો સૌથી દેવાદાર દેશ બન્યો ઇરાન સામે સંઘર્ષ વચ્ચે અમેરિકા વિશ્વનો સૌથી મોટો દેવાદાર દેશ બની ગયો છે, તેનું રાષ્ટ્રીય દેવું રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. CBO અનુસાર, પ્રથમ વખત અમેરિકાનું દેવું ૩૯ ટ્રિલિયન (૩૯ લાખ કરોડ) ડોલરની પાર પહોંચી ગયું છે. જે દેશની ઞ્ઝભ્ના ૧૨૪ ટકા છે. ગયા ૮ મહિનામાં આ આંકડો ૨ ટ્રિલિયન ડોલર વધી ગયો છે. જુલાઇ ૨૦૨૫માં દેવાની ટોચમર્યાદા સસ્પેન્ડ થયા બાદથી રાષ્ટ્રીય દેવું ૨.૮ ટ્રિલિયન ડોલર વધ્યું છે. દેવું ૩૮ ટ્રિલિયન ડોલરથી ૩૯ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવામાં માત્ર ૫ મહિના લાગ્યા છે.
અમેરિકા વ્યાજમાં મોટી રકમ ચૂકવી રહ્યું છે CBOના અંદાજ મુજબ, આગામી ૧૦ વર્ષમાં અમેરિકાનું રાષ્ટ્રીય દેવું વાર્ષિક ૨.૪ ટ્રિલિયન ડોલર વધી શકે છે. પરિણામે, ૨૦૩૬ સુધી ૬૪ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે. અમેરિકાની નાણાકીય સેવા બ્યૂરો અનુસાર, ૩૯ લાખ કરોડ ડોલરમાંથી ૩૧.૩ ટ્રિલિયન ડોલર સાર્વજાનિક દેવું છે, જ્યારે ૭.૬ ટ્રિલિયન ડોલર અંતર સરકારી ભંડોળના રૂપમાં રાખવામાં આવ્યા છે. દેશને આ દેવા પર મોટી રકમ વ્યાજ ચૂકવવાની પણ ફરજ પડી છે. CBOના જણાવ્યા અનુસાર, અમેરિકાએ દેવાના વ્યાજ તરીકે વાર્ષિક ૯૦૦ બિલિયન ડોલર ખર્ચ કરવા પડે છે.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
