News of Saturday, 28th March 2026
મહારાષ્ટ્રના પ્રધાનનો વ્યંડળ સાથેનો અણછાજતો વિડિયો વાઇરલ થયો

મુંબઈ,તા.૨૮ઃ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન (FDA) મિનિસ્ટર અને નેશનલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા નરહરિ ઝિરવાળનો વ્યંડળ સાથેનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો છે અને તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વિરોધ પક્ષ કોન્ગ્રેસે તેમને અશ્લીલ અને અનૈતિક વર્તન કરવા બદલ બરતરફ કરવાની માગણી કરી છે.
કોન્ગ્રેસે આરોપ લગાવ્યો છે કે આ વિડિયોમાં ઝિરવાળ તેમના સત્તાવાર નિવાસસ્થાને વ્યંડળ સાથે ક્ષોભનીય સ્થિતિમાં દેખાયા છે. મહારાષ્ટ્રના કોન્ગ્રેસપ્રમુખ હર્ષવર્ધન સપકાળે ઘટનાની નિદા કરતાં કહ્યું હતું કે 'આ ઘટના રાજ્યના રાજકારણમાં નૈતિક પતનનું પ્રતિબિબ કરે છે. નરહરિ ઝિરવાળનો વાંધાજનક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે એ માત્ર એક ઘટના નથી, મહારાષ્ટ્રના રાજકારણમાં નૈતિક અધોગતિનું એક સ્પષ્ટ ઉદાહરણ છે.
લોકોના વિશ્વાસ અને કરદાતાઓના પૈસા પર વિશ્વાસ રાખનાર એક જવાબદાર જનપ્રતિનિધિ આવા અશ્લીલ અને અનૈતિક વર્તનમાં સામેલ થયા એ અત્યંત નિદનીય છે. આ ફકત વ્યકિતગત સીમાઓનું ઉલ્લંઘન નથી, જાહેર જીવન પર કલંક છે.'આદિવાસી નેતા નરહરિ ઝિરવાળ નાશિક જિલ્લાના દિડોરી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
