News of Saturday, 28th March 2026
ઈરાનનો પાકિસ્તાન પર મોટો હુમલો: અમેરિકાને તેલ આપવાની ગદ્દારીનો બદલો લેવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પાકિસ્તાની ઓઈલ ટેન્કરને મિસાઈલથી ઉડાવી દીધું: પશ્ચિમ એશિયામાં યુદ્ધ વધુ ઉગ્ર બન્યું: તણાવમાં ભયજનક વધારો

તહેરાન: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાને પાકિસ્તાન સામે લાલ આંખ કરતા એક પાકિસ્તાની ફ્લેગ ધરાવતા ઓઈલ ટેન્કરને નિશાન બનાવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા કલાકો પહેલા જ્યારે આ પાકિસ્તાની ઓઈલ ટેન્કર વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ જળમાર્ગ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (હોર્મુઝની સામુદ્રધુની) માંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે ઈરાને તેની પર ઘાતક મિસાઈલો છોડીને તેનો સંપૂર્ણપણે ખાતમો બોલાવી દીધો હતો. આ હુમલા પાછળનું મુખ્ય કારણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ગદ્દારી માનવામાં આવે છે. અહેવાલો મુજબ, પાકિસ્તાને અગાઉ ઈરાન સાથે દગો કરીને ઈરાની ક્રૂડ ઓઈલનો જથ્થો અમેરિકા (યુએસ) તરફ ડાયવર્ટ કરી દીધો હતો. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી કટ્ટર દુશ્મનાવટ વચ્ચે પાકિસ્તાનના આ પગલાથી ઈરાન ભારે રોષે ભરાયું હતું. આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માની રહ્યા છે કે ઈરાન દ્વારા પાકિસ્તાની ઓઈલ ટેન્કર પર કરવામાં આવેલો આ સીધો મિસાઈલ હુમલો પાકિસ્તાનની એ જ ગદ્દારીનો જડબાતોડ જવાબ છે. આ ઘટના બાદ અરબી સમુદ્ર અને ઓમાનના અખાતમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને વૈશ્વિક ક્રૂડ સપ્લાય ચેઈન પર તેની ગંભીર અસર પડવાની શક્યતા છે.
(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
