News of Saturday, 28th March 2026
ન્યુજર્સીમાં સંતરામ ભક્ત સમાજ-યુ.એસ.એ. દ્વારા આજે, શનિવારના રોજ સવારથી ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ ખાતે મહાપૂર્ણિમા સત્સંગ, સુંદરકાંડ પાઠ અને ભજન સત્સંગના ભવ્ય કાર્યક્રમનું આયોજન
રામદાસજી મહારાજશ્રીની પ્રેરણાથી અમેરિકામાં સુયોગમ-નડિયાદ દ્વારા ગાઈડેડ મેડિટેશન, મૌન અને ધ્યાનનો વિશેષ આધ્યાત્મિક લ્હાવો લેશે ભક્તો : કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું પણ આયોજન

દીપ્તિબેન જાની દ્વારા, ન્યુજર્સી: અમેરિકાના ન્યુજર્સી સ્થિત સંતરામ ભક્ત સમાજ-યુ.એસ.એ. દ્વારા આગામી સમયમાં એક ભવ્ય આધ્યાત્મિક સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મહાપૂર્ણિમા સત્સંગ, સુંદરકાંડ પાઠ તેમજ ભજન સત્સંગ જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. આ સમગ્ર આયોજન બ્રહ્મલીન આઠમા મહંત પૂજ્ય નારાયણદાસ મહારાજશ્રીની પ્રેરણા તથા પ્રાતઃસ્મરણીય પૂજ્ય રામદાસજી મહારાજશ્રીના શુભાશિષ સહ સંપન્ન થઈ રહ્યું છે.
આધ્યાત્મિક કાર્યક્રમોની વિગત:
આ પ્રસંગે રાજ-સ્મૃતિ પંડ્યા દ્વારા ભજન-સત્સંગની પ્રસ્તુતિ કરવામાં આવશે. સાથે જ સંતરામ સત્સંગ અને સુંદરકાંડ પાઠનું પણ સુંદર આયોજન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજે, ૨૮ માર્ચ, ૨૦૨૬ શનિવારના રોજ, અમેરિકી સમય પ્રમાણે, સવારે ૧૧:૩૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી યોજાશે.
સ્થળ અને સંપર્ક:
આ ધાર્મિક મહોત્સવ ઓલ્ડ બ્રિજ હાઈસ્કૂલ - ઓડિટોરિયમ (ડોર-૮), ૪૨૦૯ કાઉન્ટી રૂટ ૫૧૬, માટાવાન, ન્યુજર્સી ૦૭૭૪૭ ખાતે યોજાનાર છે. સંસ્થાની વધુ વિગતો માટે વેબસાઈટ www.santram.org અથવા ઈમેઈલ [email protected] પર સંપર્ક કરી શકાય છે.
ગાઈડેડ મેડિટેશન અને મહાપ્રસાદ
પૂજ્ય રામદાસજી મહારાજશ્રીની પ્રેરણાથી અમેરિકામાં સત્સંગ પૂર્ણાહુતિ પહેલા 'સુયોગમ-નડિયાદ' દ્વારા ગાઈડેડ મેડિટેશન (ધ્યાન-મૌન) કરાવવામાં આવશે. આ દરમિયાન તમામ ભક્તોને આંખો બંધ કરી મૌન પાળવા વિનંતી કરવામાં આવી છે, ત્યારબાદ ૐ નો ૩ વાર ઉચ્ચારણ કરવામાં આવશે. સત્સંગની પૂર્ણાહુતિ બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
