<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

‘હોર્મુઝ' હવે ‘ટ્રમ્‍પ સ્‍ટ્રેટ' તરીકે ઓળખાશે

ટ્રમ્‍પનું અતરંગી નિવેદનઃ નોબેલ શાંતિ પુરસ્‍કારની કરી માંગ : ઈરાનની લશ્‍કરી તાકાતને ઓપરેશન એપિક ફયુરીથી તોડી પાડવાનો દાવો અને હવે કયુબા પર સર્જિકલ સ્‍ટ્રાઈકની ખુલ્લી ધમકી

નવી દિલ્‍હી, તા.૨૮: ફ્‌લોરિડાના મિયામીમાં યોજાયેલી ફયુચર ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ઇનિશિયેટિવ પ્રાયોરિટીઝ સમિટમાં સંબોધન કરતા રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે મંચ પરથી આヘર્યજનક નિવેદન આપ્‍યું હતું. તેમણે કહ્યું, ૅતેમણે ટ્રમ્‍પ સ્‍ટ્રેટ ખોલવી જ પડશે... મારો મતલબ હોર્મુઝ છે. માફ કરજો, એ જીભ લપસી ગઈ હતી, પણ નકલી મીડિયા તેને ભૂલ કહેશે. મારી સાથે ભૂલો નથી થતી.ૅ આ નિવેદન દ્વારા તેમણે સંકેત આપ્‍યો કે તેઓ આ દરિયાઈ માર્ગ પર અમેરિકાના વર્ચસ્‍વને કેટલું મહત્‍વ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈરાન સાથેના વધતા તણાવ વચ્‍ચે ટ્રમ્‍પે ઈરાનને ૬ એપ્રિલ, ૨૦૨૬ સુધીનું અલ્‍ટીમેટમ આપ્‍યું છે. જો આ સમય સુધીમાં હોર્મુઝનો માર્ગ તેલના વહાણો માટે પૂરેપૂરો ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના ઉર્જા પ્‍લાન્‍ટ્‍સ પર હુમલો કરી શકે તેવી ચેતવણી પણ અપાઈ છે.

ટ્રમ્‍પે માત્ર ઈરાન જ નહીં, પણ ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચેના સંઘર્ષ પર પણ મોટો દાવો કર્યો હતો. તેમણે જણાવ્‍યું કે ગત વર્ષે જ્‍યારે ઓપરેશન સિંદૂર દરમિયાન બંને પરમાણુ સંપન્ન દેશો યુદ્ધની અણી પર હતા, ત્‍યારે તેમણે મધ્‍યસ્‍થી કરીને મોટી જાનહાનિ અટકાવી હતી. ટ્રમ્‍પના મતે, તેમણે બંને દેશો પર ૨૦૦% ટેરિફ લાદવાની ધમકી આપી હતી, જેના ડરથી ભારત અને પાકિસ્‍તાને પાછા હટવાનો નિર્ણય લીધો હતો. જોકે, ભારત સરકારે હંમેશા આવા કોઈ પણ ત્રીજા પક્ષના હસ્‍તક્ષેપનો ઇનકાર કર્યો છે અને સ્‍પષ્ટ કર્યું છે કે બંને દેશોના મિલિટરી ઓપરેશન્‍સ ડાયરેક્‍ટર જનરલ વચ્‍ચેની સીધી વાતચીતથી સંઘર્ષ વિરામ થયો હતો.

પોતાની જાતને મહાન શાંતિ નિર્માતા તરીકે રજૂ કરતા ટ્રમ્‍પે દાવો કર્યો કે તેમણે અત્‍યાર સુધીમાં વિશ્વના આઠ મોટા સંઘર્ષો અટકાવ્‍યા છે. આ યાદીમાં તેમણે આર્મેનિયા-અઝરબૈજાન અને સર્બિયા-કોસોવો જેવા વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્‍પે વધુમાં ઉમેર્યું કે ઈરાન અત્‍યારે ભારે દબાણ હેઠળ છે અને તે ડીલ કરવા માટે આતુર છે. તેમણે નાટો પર પણ નિશાન સાધતા કહ્યું કે આ સંગઠન અમેરિકાની અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નથી. હાલમાં સમગ્ર વિશ્વની નજર ૬ એપ્રિલની સમયમર્યાદા પર છે, કારણ કે ટ્રમ્‍પની આ શાંતિ ગમે ત્‍યારે આક્રમક લશ્‍કરી કાર્યવાહીમાં ફેરવાઈ શકે છે.

 

 

(11:43 AM IST)