<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે વડોદરાનો અકોટા બ્રિજ 8 એપ્રિલ સુધી બંધ રહેશે : વૈકલ્પિક રૂટ જાહેર

મુસાફરોની સુવિધા માટે સ્થળ પર બેરિકેડિંગ, સાઈનબોર્ડ, લાઈટિંગ અને ટ્રાફિક માર્શલ્સ તૈનાત કરાયા

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સેગમેન્ટ લોન્ચિંગની કામગીરી માટે વડોદરા શહેરનો અકોટા રોડ ઓવરબ્રિજ (ROB) 27 માર્ચથી 8 એપ્રિલ 2026 સુધી વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. NHSRCL દ્વારા વડોદરા પોલીસ કમિશનરની જરૂરી મંજૂરી મેળવીને ટ્રાફિક ડાયવર્ઝનનું આયોજન કરવામાં આવ્યું છે. મુસાફરોની સુવિધા માટે સ્થળ પર બેરિકેડિંગ, સાઈનબોર્ડ, લાઈટિંગ અને ટ્રાફિક માર્શલ્સ તૈનાત કરવામાં આવ્યા છે. બ્રિજ બંધ રહેવા દરમિયાન વાહનચાલકો વિશ્વામિત્રી બ્રિજ અથવા જેતલપુર રોડ ઓવરબ્રિજ જેવા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરી શકશે. તંત્ર દ્વારા નાગરિકોને આ સમયગાળા દરમિયાન સહકાર આપવા અને વૈકલ્પિક રસ્તાઓ અપનાવવા અપીલ કરવામાં આવી છે.

(1:34 PM IST)