<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

બેંગલુરૂની પીઇએસ યુનિવર્સિટીમાં સંવેદનશીલ ટિપ્‍પણી કરતા પ્રોફેસર સસ્‍પેન્‍ડ

એનએસયુઆઇ દ્વારા સત્તાવાર ફરીયાદ બાદ કાર્યવાહી

બેંગલુરૂ તા. ર૮ :.. બેંગલુરુની PES University માંથી એક વિવાદાસ્‍પદ ઘટના સામે આવી છે, જેમાં એક પ્રોફેસર પર વર્ગખંડ દરમિયાન વિદ્યાર્થી સામે અપમાનજનક અને ધાર્મિક રીતે સંવેદનશીલ ટિપ્‍પણીઓ કરવાનો આરોપ લાગ્‍યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્‍યો છે.

માહિતી મુજબ, એક વિદ્યાર્થીએ ક્‍લાસ દરમિયાન થોડા સમય માટે બહાર જવાની પરવાનગી માગી હતી. આ દરમિયાન પ્રોફેસરે તેને વર્ગખંડમાં જ તીવ્ર શબ્‍દોમાં ઠપકો આપ્‍યો હતો. આરોપ છે કે આ ઠપકામાં વ્‍યક્‍તિગત તેમજ ધાર્મિક ટિપ્‍પણીઓ પણ કરવામાં આવી.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં પ્રોફેસરનો આક્રમક અંદાજ જોવા મળે છે, જેના કારણે PES Universityના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ફેલાઈ છે. વિદ્યાર્થીઓએ આ વર્તનને અયોગ્‍ય ગણાવી વિરોધ વ્‍યક્‍ત કર્યો છે. આ મામલે NSUI દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંગઠને પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ઘટનાને ગંભીરતાથી લેતા યુનિવર્સિટી પ્રશાસને પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ થાય ત્‍યાં સુધી સંબંધિત પ્રોફેસરને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.

 

(5:09 PM IST)