News of Saturday, 28th March 2026
MCX Goldના એપ્રિલ મહિનાના વાયદામાં 0.15 ટકાનો ઉછાળો આવ્યો : MCX Silver માટે મે મહિના માટેનો ફ્યુચર્સમાં 0.09 ટકાનો સામાન્ય ઘટાડો થયો
વૈશ્વિક તણાવ અને ક્રુડ ઓઈલની કિંમતોમાં સતત વધારો થતા સોનાની કિંમતમાં આ સપ્તાહ દરમિયાન 5.77 ટકાની તેજી જોવા મળી

નવી દિલ્હી તા.૨૮ : શુક્રવારે MCX Goldના એપ્રિલ મહિનાના વાયદામાં 0.15 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે MCX Silver માટે મે મહિના માટેનો ફ્યુચર્સમાં 0.09 ટકાનો સામાન્ય ઘટાડો થયો છે.
જો આંડકાકીય માહિતી જોઈએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની માહિતી પ્રમાણે સોનું (99.9)નો ભાવ શુક્રવારે રૂપિયા 1,42,942 રહ્યો હતો, જે સોમવારના રૂપિયા 1,35,141થી વધારે છે.
શા માટે સોનામાં આવી રહી છે તેજી
વૈશ્વિક તણાવ અને ક્રુડ ઓઈલની કિંમતોમાં સતત વધારો થતા સોનાની કિંમતમાં આ સપ્તાહ દરમિયાન 5.77 ટકાની તેજી જોવા મળી છે. જોકે, સપ્તાહના અંતિમ દિવસે હાજર સોનામાં નજીવા પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.જોકે અમેરિકી ડોલરની મજબૂત સ્થિતિની કિંમતો પર અસર જોવા મળતી હતી.
સોનું રૂપિયા 1.30 લાખતી નીચે
ભારતમાં MCX ગોલ્ડ સપ્તાહની નીચી સપાટી રૂપિયા 1,29,595 પ્રતી 10 ગ્રામથી સારી એવી રિકવરી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ગોલ્ડ 4,500 ડોલર પ્રતી ઔંસની કિંમત પર બંધ રહ્યો હતો.
આટલો નાનો ઘટાડો કેમ?
નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં તાજેતરમાં થોડો ઘટાડો રોકાણકારો દ્વારા નુકસાનને પહોંચી વળવા માટે રોકડ એકત્ર કરવા માટે સોનું વેચવાને કારણે થયો છે. જોકે સોનામાં એકંદરે તેજીનો ટ્રેન્ડ મજબૂત રહ્યો છે. કેન્દ્રીય બેંકો સોનાની ખરીદી ચાલુ રાખી રહી છે, અને વૈશ્વિક તણાવ પણ ભાવને ટેકો આપી રહ્યો છે.
વધુમાં અમેરિકા ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાથી સોના જેવા વ્યાજ વગરના રોકાણોનું આકર્ષણ થોડું ઓછું થયું છે, જેના કારણે ભાવ પર દબાણ આવ્યું છે. દરમિયાન આ અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડના ભાવ લગભગ $120 થી ઘટીને $93 પ્રતિ બેરલ થયા છે, જેનાથી ફુગાવાની ચિંતા ઓછી થઈ છે અને સોનાને તેના નીચા સ્તરથી બહાર આવવામાં મદદ મળી છે.
નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં બજાર અસ્થિર રહી શકે છે, કારણ કે મધ્ય પૂર્વના સમાચાર, ક્રૂડ ઓઇલના ભાવ અને સેન્ટ્રલ બેંકના નિર્ણયો બજારને પ્રભાવિત કરશે. એક વિશ્લેષકે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયાના તીવ્ર ઘટાડા પછી કોમોડિટી બજાર હવે સ્થિર થવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ભાવ ધીમે ધીમે મજબૂત થઈ રહ્યા છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
