હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સંસદમાં કંગના રનૌતનો ‘ચોટદાર’ અંદાજ: રાહુલ ગાંધીને અર્થતંત્રના ટ્યુશન રાખવાની આપી સલાહ, કહ્યું- ‘દેશનું ભલું ન ઈચ્છતા હોય તો શરમ આવવી જોઈએ’
‘કોંગ્રેસના સમયમાં વડાપ્રધાનો બેંકોને ફોન કરીને અપાવતા હતા લોન’: ભાજપ સાંસદે NPAના આંકડા સાથે વિપક્ષને ઘેર્યો, પ્રિયંકા ગાંધી પાસેથી શિષ્ટાચાર શીખવા રાહુલને ટકોર

નવી દિલ્હી:બોલિવૂડ ક્વીન અને ભાજપના સાંસદ કંગના રનૌતે ફરી એકવાર લોકસભામાં પોતાના તેવર બતાવ્યા છે. 'નાદારી અને નાદારી સુધારા બિલ 2025' પરની ચર્ચા દરમિયાન કંગનાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. કંગનાએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી દેશના અર્થતંત્ર (Economy) વિશે સતત ભ્રામક માહિતી ફેલાવી રહ્યા છે અને તેમને આ ગંભીર વિષયમાં ખાસ ટ્યુશન લેવાની જરૂર છે.
“ફોન બેંકિંગ” અને NPA પર પ્રહાર
કંગના રનૌતે ભૂતકાળની કોંગ્રેસ સરકારો પર નિશાન સાધતા ગંભીર આરોપો લગાવ્યા હતા:
• સીધા ફોન: કંગનાએ કહ્યું કે, "કોંગ્રેસના શાસનમાં તત્કાલીન વડાપ્રધાનો મોટા ઉદ્યોગપતિઓને લોન અપાવવા માટે બેંકોને સીધા ફોન કરતા હતા. આ 'ફોન બેંકિંગ'ને કારણે બેંકો પાયમાલ થઈ હતી."
• સુધરતી સ્થિતિ: આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું કે, મોદી સરકારના પ્રયાસોથી બેંકોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA), જે કોંગ્રેસના સમયમાં 11.5% હતી, તે માર્ચ 2025માં ઘટીને માત્ર 2.25% રહી ગઈ છે.
• ડિજિટલ ક્રાંતિ: કંગનાએ ઉમેર્યું કે જે મંત્રીઓ ભારતીયોને અભણ ગણી ડિજિટલ પેમેન્ટ પર શંકા કરતા હતા, તેમને આજે દેશે જડબાતોડ જવાબ આપ્યો છે.
વર્તન અને શિષ્ટાચાર પર આકરા કટાક્ષ
માત્ર અર્થતંત્ર જ નહીં, કંગનાએ રાહુલ ગાંધીના સંસદીય વર્તન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે:
"રાહુલ ગાંધીનું વર્તન ઘણીવાર મહિલાઓને અસ્વસ્થ કરે તેવું હોય છે. તેઓ સંસદમાં ગંભીરતા બતાવવાને બદલે કોઈ 'જોકર' જેવું વર્તન કરે છે. તેમણે રાજકીય મર્યાદા અને શિષ્ટાચાર પોતાની બહેન પ્રિયંકા ગાંધી પાસેથી શીખવા જોઈએ."
ભાજપના અન્ય નેતાઓનું સમર્થન
ભાજપના વરિષ્ઠ નેતા જગદંબિકા પાલે પણ કંગનાના સુરપુરાવતા જણાવ્યું હતું કે અગાઉ ખરેખર 'ફોન બેંકિંગ' દ્વારા જ માનીતાઓને લોન વહેંચવામાં આવતી હતી, જેના કારણે બેંકિંગ સેક્ટર જોખમમાં મુકાયું હતું. કંગનાના આ ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો છે.
રાહુલ ગાંધીના અર્થતંત્ર અંગેના નિવેદનો અને કંગનાના આ વળતા પ્રહારથી સંસદમાં ગરમાવો જોવા મળ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
