હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આકાશમાં યુદ્ધનું જોખમ: એર ઈન્ડિયાના પાયલટ્સનો ગલ્ફ દેશોમાં ઉડાન ભરવાનો ઈનકાર, ‘જીવના જોખમે વિમાન નહીં ઉડાડીએ’ કહી DGCA અને મંત્રાલય પાસે માંગી સુરક્ષા
“અમેરિકા-ઈઝરાયલ-ઈરાન સંઘર્ષ વચ્ચે મુસાફરોનો જીવ જોખમમાં”: પાયલટ યુનિયને વીમા કવચ મુદ્દે કોર્ટમાં જવાની આપી ધમકી, સક્રિય યુદ્ધ ઝોનમાં ફ્લાઈટ્સ તાત્કાલિક સ્થગિત કરવા બુલંદ માંગ

મુંબઈ: પશ્ચિમ એશિયામાં (West Asia) ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર જોવા મળી રહી છે. એરલાઇન પાયલોટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ALPA India) એ ગલ્ફ પ્રદેશોમાં વધતા જોખમોને જોતા એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ તાત્કાલિક અટકાવવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને ગંભીર ચેતવણી આપી છે.
‘યુદ્ધના ધુમ્મસ’ માં જીવનું જોખમ
યુનિયનના પ્રમુખ કેપ્ટન સેમ થોમસે ભૂતકાળની ભયાનક ઘટનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, સક્રિય યુદ્ધ ક્ષેત્રમાં વાણિજ્યિક વિમાનો ઉડાડવા એ આત્મઘાતી પગલું સાબિત થઈ શકે છે.
• ઐતિહાસિક દાખલા: તેમણે ઈરાન એર અને યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સના વિમાનો જે રીતે ભૂલથી તોડી પાડવામાં આવ્યા હતા, તેનો હવાલો આપીને ક્રૂ મેમ્બર્સ અને મુસાફરોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
• ગુપ્તચર માહિતીનો અભાવ: પાયલટ્સનું કહેવું છે કે એરલાઈન્સ પાસે યુદ્ધના મેદાનની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે પૂરતું માળખું હોતું નથી, તેથી સરકારે આ બાબતે સીધો હસ્તક્ષેપ કરવો જોઈએ.
વીમા કવચ પર સર્જાયું મોટું સસ્પેન્સ
પાયલટ્સ માત્ર શારીરિક સુરક્ષા જ નહીં, પરંતુ આર્થિક સુરક્ષાને લઈને પણ ચિંતિત છે.
1. વીમાની શરતો અસ્પષ્ટ: યુનિયનનો આરોપ છે કે ઉચ્ચ જોખમ ધરાવતા વિસ્તારોમાં ઉડાન ભરતી વખતે ‘વોર-રિસ્ક’ (War-risk) વીમો માન્ય છે કે નહીં તેની કોઈ લેખિત ખાતરી એરલાઈન દ્વારા આપવામાં આવી નથી.
2. જવાબદારી કોની?: જો કોઈ અનિચ્છનીય ઘટના બને, તો પાયલટ્સ અને તેમના પરિવારનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ શકે છે. આ પારદર્શિતાના અભાવે પાયલટ્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કાનૂની લડાઈની તૈયારી અને તપાસની માંગ
ALPA ઈન્ડિયાએ આ મામલે હવે આરપારની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે:
• કોર્ટના દ્વાર ખટખટાવશે: જો સરકાર અને DGCA તાત્કાલિક પગલાં નહીં ભરે, તો યુનિયન હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે.
• તપાસની માંગ: એર ઈન્ડિયાના ઓપરેશન્સ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે, જેઓ પૂરતા વીમા કવચ વગર ક્રૂ મેમ્બર્સને જોખમી વિસ્તારોમાં મોકલી રહ્યા છે.
મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અસ્થિરતાને કારણે એર ઈન્ડિયાના સેંકડો પાયલટ્સ અત્યારે ચિંતામાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
