હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્રીય કર્મચારીઓની લાગી લોટરી! એપ્રિલના પગારમાં આવશે મોટો ઉછાળો, ૩ મહિનાના બાકી એરિયર્સ સાથે મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ મળવાની શક્યતા
૮માં પગાર પંચના અમલ વચ્ચે DA ની પહેલી જાહેરાત પર સૌની નજર: ૬૦ ટકાને પાર થઈ શકે છે ભથ્થું, ૫૦ લાખથી વધુ કર્મચારીઓ અને ૬૫ લાખ પેન્શનરોને મળશે સીધો આર્થિક ફાયદો

નવી દિલ્હી:કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આગામી એપ્રિલ મહિનો ખુશીઓની સોગાત લઈને આવી રહ્યો છે. હોળીના તહેવાર પર ભલે મોંઘવારી ભથ્થા (DA) ની જાહેરાત ન થઈ હોય, પરંતુ હવે એપ્રિલમાં સરકાર આ અંગે મોટો નિર્ણય લે તેવી પૂરેપૂરી શક્યતા છે. જો સરકાર મંજૂરી આપશે તો કર્મચારીઓને માત્ર વધેલો પગાર જ નહીં, પરંતુ જાન્યુઆરીથી માર્ચ સુધીનું ૩ મહિનાનું તોતિંગ એરિયર્સ પણ એકસાથે મળશે.
કેટલો થશે પગારમાં વધારો?
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને ૫૮% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જાન્યુઆરી-જૂન ૨૦2૬ ના અર્ધવાર્ષિક ગાળા માટે તેમાં ૨ થી ૩ ટકાનો વધારો અપેક્ષિત છે.
• નવો આંકડો: જો ૩ ટકાનો વધારો થાય તો મોંઘવારી ભથ્થું ૬૧ ટકા પર પહોંચી જશે.
• એરિયર્સનો લાભ: આ વધારો ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી અમલી ગણાશે, તેથી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો બાકી પગાર (Arrears) એપ્રિલના પગાર સાથે જમા થઈ શકે છે.
૮માં પગાર પંચની એન્ટ્રી અને નવું સમીકરણ
૭મા પગાર પંચનો કાર્યકાળ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ પૂર્ણ થયો છે, અને ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ૮મા પગાર પંચના અમલની તૈયારીઓ ચાલી રહી છે.
1. પહેલી જાહેરાત: આઠમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાની આ પ્રથમ જાહેરાત હશે, જે ફુગાવા સામે લડી રહેલા કર્મચારીઓ માટે રાહતરૂપ સાબિત થશે.
2. મર્જરની શક્યતા: નિષ્ણાતો માને છે કે નવા પગાર પંચમાં હાલના DA ને મૂળ પગાર (Basic Pay) માં મર્જ કરવામાં આવશે અને ત્યારબાદ નવી ગણતરી શરૂ થશે. જોકે, સરકાર પાસે રિપોર્ટ રજૂ કરવા માટે હજુ ૧૮ મહિનાનો સમય છે.
કેબિનેટ બેઠક અને પ્રતીક્ષાનો અંત
તાજેતરમાં ૨૫ માર્ચના રોજ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં DA અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નહોતી, જેના કારણે કર્મચારીઓમાં થોડી નિરાશા જોવા મળી હતી. પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, એપ્રિલના પ્રથમ પખવાડિયામાં સરકાર આ અંગે આખરી મહોર મારી શકે છે. પગારમાં થનારો આ વધારો કર્મચારીઓના જીવનધોરણમાં સુધારો લાવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
