હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગોલ્ફ લેજન્ડ ટાઇગર વૂડ્સનો ભયાનક કાર અકસ્માત: ટ્રમ્પ પરિવારની પૂર્વ પુત્રવધૂ સાથેના સંબંધોએ જગાવી ઉત્સુકતા, જાણો ધરપકડ અને વેનેસા ટ્રમ્પ સાથેની લવ સ્ટોરીનું આખું સત્ય
વેનેસા ટ્રમ્પ અને ટાઇગર વૂડ્સ એક વર્ષથી રિલેશનશિપમાં હોવાનો ખુલાસો: અકસ્માત બાદ ટાઇગરને મળ્યા જામીન, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની પુત્રી કાઇ ટ્રમ્પ પણ નીકળી ટાઇગરની ડાઇ-હાર્ડ ફેન

વોશિંગ્ટન:વિશ્વના મહાન ગોલ્ફર ટાઇગર વૂડ્સ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે મેદાન પરના પર્ફોર્મન્સ માટે નહીં પણ રસ્તા પર સર્જાયેલા અકસ્માત અને તેમની પર્સનલ લાઈફના કારણે. શુક્રવારે ટાઇગર વૂડ્સની કારને એક ભયાનક અકસ્માત નડ્યો હતો, જે બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ ઘટનાની સાથે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવાર સાથેના તેમના સંબંધોની વાતોએ સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
અહેવાલો મુજબ, ટાઇગર વૂડ્સ પોતાની કાર પૂરઝડપે ચલાવી રહ્યા હતા ત્યારે તેમની ગાડી એક ટ્રક સાથે ધડાકાભેર ટકરાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર દૂર સુધી ફંગોળાઈ ગઈ હતી. ટાઇગર વૂડ્સને આ ચોથો કાર અકસ્માત નડ્યો છે. ઘટના સ્થળેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તપાસ બાદ થોડા જ કલાકોમાં તેમને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે.
ટ્રમ્પ પરિવારની પૂર્વ વહુ સાથે પ્રેમ સંબંધ
ટાઇગર વૂડ્સના અકસ્માત બાદ લોકોમાં સૌથી વધુ ચર્ચા તેમની નવી રિલેશનશિપની થઈ રહી છે.
• વેનેસા ટ્રમ્પ સાથે સંબંધ: ટાઇગર વૂડ્સ હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરની પૂર્વ પત્ની વેનેસા ટ્રમ્પ સાથે રિલેશનશિપમાં છે.
• સોશિયલ મીડિયા પર પુષ્ટિ: આ બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સંબંધો હોવાનું કહેવાય છે. માર્ચ ૨૦૨૫માં જ ટાઇગરે વેનેસા સાથેના પોતાના સંબંધોની સોશિયલ મીડિયા પર સત્તાવાર પુષ્ટિ કરી હતી.
પરિવારમાં પણ ગોલ્ફનો ક્રેઝ
વેનેસા અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્ન ૨૦૦૫માં થયા હતા અને ૨૦૧૮માં તેમના છૂટાછેડા થયા હતા. તેમને પાંચ બાળકો છે, જેમાં સૌથી મોટી ૧૮ વર્ષની દીકરી કાઇ ટ્રમ્પ પોતે એક ઉત્તમ ગોલ્ફર છે. રસપ્રદ વાત એ છે કે કાઇ ટ્રમ્પ ટાઇગર વૂડ્સની ડાઇ-હાર્ડ ફેન છે, જેના કારણે ટાઇગર અને ટ્રમ્પ પરિવાર વચ્ચેના આ સંબંધો વધુ ગાઢ બન્યા છે.
ટાઇગર વૂડ્સના જીવનમાં વારંવાર આવતા ઉતાર-ચઢાવ અને આ હાઈ-પ્રોફાઈલ રિલેશનશિપ આગામી દિવસોમાં હોલીવુડ અને રમત જગતમાં ચર્ચાનો વિષય બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
