<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ઈરાન અને અમેરિકા વચ્ચે જંગ વધુ તેજ અને ખતરનાક બન્યો: મિડલ ઈસ્ટમાં વધુ સાડા ત્રણ હજાર અમેરિકન સૈનિકો તૈનાત કરવામાં આવ્યા: વૈશ્વિક યુદ્ધના એંધાણ ! અમેરિકન નૌકાદળનું અત્યાધુનિક યુદ્ધજહાજ 'યુએસએસ ત્રિપોલી' ઓપરેશન ઝોનમાં પહોંચતા ઈરાન સામે સીધો પડકાર

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે સીધા યુદ્ધમાં પરિણમી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, અમેરિકાએ પોતાની સૈન્ય તાકાત વધારતા મિડલ ઈસ્ટના સંવેદનશીલ વિસ્તારોમાં ૩૫૦૦થી વધુ હથિયારબંધ સૈનિકોની તાત્કાલિક તૈનાતી કરી દીધી છે. આ ઉપરાંત, અમેરિકન નૌકાદળનું અત્યંત શક્તિશાળી યુદ્ધજહાજ 'યુએસએસ ત્રિપોલી' પણ મુખ્ય ઓપરેશન ઝોનમાં પહોંચી ચૂક્યું છે. 

ડિજિટલ મીડિયા અને એક્સ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા સૈન્ય ફૂટેજ દર્શાવે છે કે અમેરિકા કોઈપણ મોટા હુમલાનો સામનો કરવા સંપૂર્ણ રીતે સજ્જ છે. અરબી અને ઉર્દુ મીડિયાના અહેવાલો મુજબ, આ તૈનાતીથી ખાડી દેશોમાં ભારે ગભરાટ ફેલાયો છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. આ પગલાથી ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

(12:01 PM IST)