હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોર્મુઝની કટોકટી વચ્ચે પીએમ મોદીનું સંબોધન: 'માર્ચ મહિનો તોફાની રહ્યો', ખાડી દેશોનો માન્યો આભાર
પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની ગંભીર અસરો પર પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી ચિંતા, વૈશ્વિક સંઘર્ષના વાદળો વચ્ચે દેશવાસીઓને અફવાઓથી દૂર રહી એકજૂથ રહેવા અને ઈંધણના પુરવઠા બાબતે આશ્વસ્ત રહેવા કરી અપીલ

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ના 132મા એપિસોડ દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરતા પશ્ચિમ એશિયાની પ્રવર્તમાન તંગદિલી પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને વર્ણવતા કહ્યું કે, "આ માર્ચ મહિનો આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત તોફાની રહ્યો છે." ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સામુદ્રધુની) બંધ થવાને કારણે સર્જાયેલી આર્થિક અને સુરક્ષા વિષયક કટોકટી પર ભાર મૂકતા પીએમ મોદીએ સ્વીકાર્યું હતું કે વિશ્વ ફરી એકવાર અનિશ્ચિતતાના કપરા કાળમાંથી પસાર થઈ રહ્યું છે. તેમણે અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા જતા યુદ્ધાભ્યાસ અને સંઘર્ષને વૈશ્વિક શાંતિ માટે મોટો પડકાર ગણાવ્યો હતો.
પીએમ મોદીએ આ સંકટના સમયે ખાડી દેશો (ગલ્ફ દેશો) દ્વારા કરવામાં આવેલી મદદની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ત્યાં વસતા અંદાજે ૧ કરોડ ભારતીયોની સુરક્ષા અને સુવિધા માટે જે રીતે સ્થાનિક સરકારો સહકાર આપી રહી છે તે ખરેખર સરાહનીય છે. પ્રધાનમંત્રીએ ભાવુક સુરમાં કહ્યું કે, "ગલ્ફ દેશોમાં કાર્યરત લાખો ભારતીયો આપણા પરિવારના સભ્યો છે, અને તેમને મુશ્કેલ સમયમાં જરૂરી તમામ સહાય પૂરી પાડવા બદલ હું તે તમામ દેશોનો હૃદયપૂર્વક આભાર માનું છું." આ નિવેદન દ્વારા પીએમએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતના મજબૂત રાજદ્વારી સંબંધોનો પરિચય પણ આપ્યો હતો.
વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે, પરંતુ પ્રધાનમંત્રીએ આ બાબતે દેશવાસીઓને આશ્વસ્ત કર્યા હતા. તેમણે મક્કમતાથી કહ્યું કે ભારત સરકાર કોઈપણ પ્રતિકૂળ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે અને ઊર્જા સુરક્ષા માટે સતત દેખરેખ રાખી રહી છે. પીએમએ કોવિડ-૧૯ પછીની રિકવરીનો ઉલ્લેખ કરતા અફસોસ વ્યક્ત કર્યો કે જ્યારે વિશ્વએ વિકાસના માર્ગે આગળ વધવાનું હતું, ત્યારે અમુક પ્રદેશોમાં યુદ્ધ અને સંઘર્ષના કારણે આર્થિક ગતિ અવરોધાઈ રહી છે. છતાં, ભારત પોતાની અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે.
અંતમાં, પ્રધાનમંત્રીએ દેશમાં ફેલાતી અફવાઓ સામે લાલ આંખ કરી હતી અને લોકોને સતર્ક રહેવા અપીલ કરી હતી. તેમણે કડક શબ્દોમાં કહ્યું કે, "કેટલાક તત્વો જાણી જો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
