<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

ઝારખંડના ધનબાદમાં રામ નવમી શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા: 20ની ધરપકડ

પોલીસે ગુનેગારોને દોરડાથી બાંધીને રસ્તા પર પરેડ કરાવી કાયદાનો પાઠ ભણાવ્યો: હિંસામાં એક ડઝન લોકો ઈજાગ્રસ્ત: 50 જેટલા તોફાનીઓ સામે ગુનો દાખલ: શાંતિ જાળવવા વિસ્તારમાં કલમ 163 લાગુ: સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત.

ધનબાદ : ઝારખંડના ધનબાદ (જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન સર્જાયેલી અશાંતિ બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભીખરાજપુર વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા તત્વોને ઝડપી પાડી, પોલીસે ધોરડાથી બાંધીને શહેરમાં તેમની પરેડ  કરાવી હતી.

ઝારખંડના ધનબાદ જિલ્લામાં રામ નવમી ની શોભાયાત્રા દરમિયાન સર્જાયેલી અશાંતિ બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ભીખરાજપુર વિસ્તારમાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનારા તત્વોને ઝડપી પાડી, પોલીસે ધોરડાથી બાંધીને શહેરમાં તેમની પરેડ (Police Parade) કરાવી હતી. આ પથ્થરમારાની ઘટનામાં અંદાજે 12 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

બલિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ હિંસા અંગે એસપી (City SP) ઋત્વિક શ્રીવાસ્તવે જણાવ્યું કે, સીસીટીવી (CCTV) ફૂટેજ અને ઘટનાસ્થળના પુરાવાઓને આધારે અત્યાર સુધીમાં 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ ગુનેગારોને જાહેરમાં ફેરવીને કાયદાનો ડર પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અન્ય 40 થી 50 અજ્ઞાત શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમની શોધખોળ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે.

સ્થિતિને કાબૂમાં લેવા અને વધુ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં કલમ 163 (અગાઉની કલમ 144) લાગુ કરી દેવામાં આવી છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી આ પ્રતિબંધાત્મક આદેશો અમલમાં રહેશે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ (Police Force) તૈનાત કરવામાં આવી છે અને ડ્રોન તેમજ સીસીટીવી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

ધનબાદ વહીવટીતંત્ર અને પોલીસે સ્થાનિક નાગરિકોને કોઈપણ પ્રકારની અફવાઓ (Rumors) પર ધ્યાન ન આપવા અને શાંતિ જાળવવામાં સહયોગ કરવા વિનંતી કરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો અને વ્યવસ્થા (Law and Order) બગાડનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં.

(1:19 PM IST)