હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 29th March 2026
AAPના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની શરમજનક કરતૂત: પોતાની જ કંપનીની મહિલાનું અપહરણ કરી ઢોર માર માર્યો: પોલીસ દ્વારા ધરપકડ
હિસાબી વિવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ: પરિવારના સભ્યોની પણ સંડોવણી: ભાઈ સહિત 4 સામે ફરિયાદ: પોલીસની કડક કાર્યવાહી: અન્ય આરોપીઓની શોધખોળ શરૂ

- ગાંધીનગર: 'આપ'ના દિગ્ગજ નેતા સામે ગંભીર ગુનો ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલ વિરુદ્ધ અપહરણ અને મારામારીની ફરિયાદ નોંધી તેમની અટકાયત કરી છે. આ હાઈપ્રોફાઈલ કેસને પગલે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
- ભોગ બનનાર મહિલા હસમુખ પટેલની કંપનીમાં ઓડિટ અને હિસાબોનું કામ સંભાળતી હતી. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા હિસાબી મનદુઃખને કારણે હસમુખ પટેલે મહિલાને પાઠ ભણાવવાના ઈરાદે આ ગુનાહિત કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
- આ કેસમાં માત્ર હસમુખ પટેલ જ નહીં, પરંતુ તેમના ભાઈ હિમાંશુ પટેલ અને અન્ય બે મહિલાઓની સંડોવણી પણ સામે આવી છે. આ તમામ લોકોએ મેળાપીપણું કરીને મહિલા કર્મચારીનું અપહરણ કર્યું અને શારીરિક હુમલો કર્યો હોવાનો આરોપ છે.
- ફરિયાદ મળતા જ ગાંધીનગર પોલીસે ત્વરિત એક્શન લઈને હસમુખ પટેલની ધરપકડ કરી છે. હાલ પોલીસ અન્ય સહ-આરોપીઓને ઝડપી પાડવા અને આ ઘટના પાછળના વધુ પુરાવાઓ એકત્ર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
