<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

લગ્ન પહેલા વરરાજાએ કરાવવો પડશે 'ડોપ ટેસ્ટ'? AAP સાંસદે લોકસભામાં કાયદો લાવવાની કરી જોરદાર માંગ

નવી દિલ્લી: આમ આદમી પાર્ટીના સાંસદ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલી આ માંગણીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે દલીલ કરી છે કે જે રીતે રમતગમતમાં ખેલાડીઓનો ડોપ ટેસ્ટ થાય છે, તેવી જ રીતે લગ્ન પહેલા વરરાજાનો નશાનો ટેસ્ટ ફરજિયાત કરવો જોઈએ.

 સાંસદે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં નશાની લતને કારણે હજારો પરિવારો બરબાદ થઈ રહ્યા છે. લગ્ન બાદ યુવતીઓને ખબર પડે છે કે પતિ નશેડી છે, જેનાથી છૂટાછેડા અને ઘરેલું હિંસા વધે છે.

 પ્રસ્તાવ મુજબ, જો લગ્ન પહેલા મેડિકલ સર્ટિફિકેટ કે ડોપ ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવે, તો દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત બની શકે છે. આનાથી યુવાનોમાં નશા પ્રત્યેનો ડર વધશે અને સામાજિક સુધારા આવશે.આ મુદ્દો સામે આવતા જ લોકોમાં બે ભાગલા પડી ગયા છે. કેટલાક લોકો તેને મહિલા સુરક્ષા માટે આવકારદાયક ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક તેને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ અને અવ્યવહારુ ગણાવી રહ્યા છે.

 

(4:19 PM IST)