<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

સ્માર્ટફોન, ટેબ્લેટ કે સ્માર્ટવોચનો ઉપયોગ પર મંડરાતો ખતરો : સરકારી એજન્સી દ્વારા ગંભીર ચેતવણી જારી : જુઓ લિસ્ટ

iPhone, iPad અને Apple Watch ના સોફ્ટવેરમાં કેટલીક ગંભીર ખામીઓજોવા મળી: આ ખામીઓનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો તમારા ડિવાઇસની સુરક્ષા દિવાલને તોડી શકે

મુંબઈ :સ્માર્ટફોન, ટેબ્લેટ કે સ્માર્ટવોચનો ઉપયોગ કરો છો, તો ભારત સરકારની આ ચેતવણી તમારા માટે અત્યંત જરૂરી છે. ભારતની ટોચની સાયબર સુરક્ષા એજન્સી CERT-In (ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ) એ ખાસ કરીને Apple ડિવાઇસના યુઝર્સ માટે એક ગંભીર એડવાઇઝરી જાહેર કરી છે. 26 માર્ચ 2026 ના રોજ જારી કરાયેલ આ રિપોર્ટ મુજબ, iPhone, iPad અને Apple Watch ના સોફ્ટવેરમાં કેટલીક ગંભીર ખામીઓ  જોવા મળી છે.

 

CERT-In ના જણાવ્યા અનુસાર, Apple ના સોફ્ટવેર ઇકોસિસ્ટમમાં રહેલી આ ખામીઓનો ઉપયોગ કરીને સાયબર ગુનેગારો તમારા ડિવાઇસની સુરક્ષા દિવાલને તોડી શકે છે. આ ખામીઓ સિસ્ટમના મહત્વના કમ્પોનન્ટ્સમાં રહેલી છે, જેનો ફાયદો ઉઠાવીને હેકર્સ તમારા ડિવાઇસના વર્તનમાં છેડછાડ કરી શકે છે અથવા તમારી સંવેદનશીલ વિગતો મેળવી શકે છે.

 

સંભવિત જોખમો:ડેટા ચોરી: તમારા પર્સનલ ફોટા, મેસેજ અને કોન્ટેક્ટ્સ હેકર્સના હાથમાં જઈ શકે છે.બેંકિંગ વિગતો: તમારી બેંકિંગ એપના પાસવર્ડ અને ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ ચોરાઈ શકે છે.માલવેર: તમારા ડિવાઇસમાં ગુપ્ત રીતે હાનિકારક વાયરસ ફેલાવી શકાય છે.ડિવાઇસ કંટ્રોલ: તમારી મંજૂરી વગર ડિવાઇસને ક્રેશ કરી શકાય છે અથવા તેમાં ફેરફાર થઈ શકે છે.

આ જોખમ મુખ્યત્વે જૂના સોફ્ટવેર વર્ઝન પર કામ કરતા ડિવાઇસ માટે છે, જેમાં:iPhone અને iPad: iOS અને iPadOS ના જૂના વર્ઝન.Mac: macOS Tahoe, Sequoia અને Sonoma ના વર્ઝન.Safari Browser: 26.4 થી જૂના તમામ વર્ઝન.Apple Watch & TV: watchOS, tvOS અને visionOS ના જૂના વર્ઝન.

બચાવના ઉપાય: CERT-In એ તમામ યુઝર્સને તાકીદ કરી છે કે તેઓ પોતાના Apple ડિવાઇસને તાત્કાલિક લેટેસ્ટ સિક્યોરિટી અપડેટ સાથે અપડેટ કરે. કંપનીઓ વારંવાર સિક્યોરિટી પેચ રિલીઝ કરે છે જે આવા નવા ખતરાઓ સામે રક્ષણ આપે છે. જો તમે હજુ સુધી અપડેટ નથી કર્યું, તો સેટિંગ્સમાં જઈને તરત જ 'Software Update' ચેક કરો.

(4:56 PM IST)