હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકા વાટાઘાટોના બહાને હુમલાની તૈયારી કરે છે ઇરાનના સ્પીકર બાગેર ગાલિબાફનો મોટો દાવો
ઈરાને માત્ર અમેરિકા જ નહીં, પરંતુ મધ્ય પૂર્વમાં તેના સહયોગી દેશોને પણ નિશાન બનાવવાની ચીમકી આપી: ઈરાને વોશિંગ્ટનના ગુપ્ત આક્રમણના પ્લાનનો પર્દાફાશ કરવાનો દાવો કરીને ગલ્ફ ક્ષેત્રમાં હલચલ મચાવી

ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફે અમેરિકા પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે, વોશિંગ્ટન એકતરફ વાટાઘાટોનો દેખાવ કરી રહ્યું છે અને બીજી તરફ ગુપ્ત રીતે ઈરાન પર જમીની આક્રમણ કરવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. ઈરાની સ્ટેટ મીડિયાના અહેવાલ અનુસાર, ગાલિબાફે સ્પષ્ટ કર્યું છે કે તેમની સેના કોઈપણ પ્રકારના લશ્કરી સંઘર્ષનો સામનો કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
ઈરાને માત્ર અમેરિકા જ નહીં, પરંતુ મધ્ય પૂર્વમાં તેના સહયોગી દેશોને પણ નિશાન બનાવવાની ચીમકી આપી છે. ગાલિબાફે ચેતવણી આપી છે કે જો અમેરિકા કોઈ હુમલો કરશે, તો તેના પ્રાદેશિક સાથીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે. ઈરાની સૈન્ય દળો અત્યારે હાઈ એલર્ટ પર છે અને કોઈ પણ ઉશ્કેરણીનો વળતો જવાબ આપવા માટે માત્ર આદેશની રાહ જોઈ રહ્યા છે.
આ રાજકીય નિવેદનો વચ્ચે જમીની સ્તરે હિંસા શરૂ થઈ ચૂકી છે. સંયુક્ત આરબ અમીરાત અને બહેરીનમાં આવેલા મોટા એલ્યુમિનિયમ પ્લાન્ટ્સ પર ઈરાન દ્વારા હુમલા કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. બહેરીનની આલ્બા એલ્યુમિનિયમ કંપનીએ જણાવ્યું કે તેમના પ્લાન્ટ પર થયેલા હુમલામાં બે કર્મચારીઓ ઘાયલ થયા છે અને નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે, અમીરાત ગ્લોબલ એલ્યુમિનિયમ પર થયેલા મિસાઈલ અને ડ્રોન હુમલામાં પ્લાન્ટને મોટું નુકસાન પહોંચ્યું છે.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ હુમલાની જવાબદારી સ્વીકારતા દાવો કર્યો છે કે આ કાર્યવાહી ઈરાની ઔદ્યોગિક સ્થળો પર થયેલા અગાઉના હુમલાનો બદલો છે. ઈરાનનો આરોપ છે કે આ ગલ્ફ કંપનીઓ અમેરિકાના સૈન્ય અને એરોસ્પેસ સેક્ટર સાથે સીધી રીતે જોડાયેલી છે. હાલમાં હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાની નિયંત્રણને કારણે વૈશ્વિક શિપિંગમાં મોટો અવરોધ ઉભો થયો છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
