હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાઉદી અરેબિયાના સુરક્ષિત ગણાતા પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન અને મિસાઈલ એટેક : ₹6,600 કરોડનું અત્યાધુનિક E-3 સેન્ટ્રી AWACS વિમાન રાખમાં ફેરવાયું
અમેરિકાની 'આકાશમાં ફરતી આંખ' ફોડી નાખતી ઈરાની મિસાઈલો: મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા : 10થી વધુ અમેરિકી સૈનિકો લોહીલુહાણ થતા પેન્ટાગોનમાં દોડધામ

રિયાધ: આકાશી ચેસમાસ્ટર પર ઈરાનનો ચેકમેટ મધ્ય-પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલી તંગદિલી વચ્ચે ઈરાને અમેરિકાના લશ્કરી ગૌરવ સમાન E-3 સેન્ટ્રી AWACS નિશાન બનાવીને વોશિંગ્ટનને પાયામાંથી હચમચાવી દીધું છે. આ વિમાન માત્ર એક પ્લેન નથી, પણ આકાશમાં ઉડતું એક એવું 'કમાન્ડ સેન્ટર' છે જે સેંકડો કિલોમીટર દૂર રહેલા દુશ્મન વિમાનો અને મિસાઈલોને ટ્રેક કરવાની ક્ષમતા ધરાવે છે. ઈરાની મિસાઈલોએ જે રીતે આ 700 મિલિયન ડોલરના 'ચેસમાસ્ટર'ને જમીન પર જ ધ્વસ્ત કર્યું છે, તે જોતા સ્પષ્ટ થાય છે કે ઈરાને અમેરિકાના સૌથી મજબૂત સર્વેલન્સ નેટવર્કની કરોડરજ્જુ તોડી નાખી છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા મુજબ હુમલા સમયે ત્યાં આવા 6 વિમાનો હાજર હતા, જેમાંથી મુખ્ય સિસ્ટમને ભારે નુકસાન પહોંચ્યું છે.
ઘાતક મિસાઈલો અને ડ્રોનનો વરસાદ 27 માર્ચની એ કાળી રાત્રે સાઉદી અરેબિયાનું પ્રિન્સ સુલતાન એરબેઝ ધણધણી ઉઠ્યું હતું. ઈરાને એકસાથે અનેક આત્મઘાતી ડ્રોન અને ચોકસાઈપૂર્વક પ્રહાર કરતી મિસાઈલો છોડીને અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમને થાપ આપી દીધી હતી. આ હુમલામાં માત્ર AWACS જ નહીં, પરંતુ અમેરિકી ફાઈટર જેટ્સમાં બળતણ ભરતા એરિયલ રિફ્યુઅલિંગ ટેન્કરો પણ લપેટમાં આવી ગયા છે. ઈરાની મીડિયા અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટામાં સળગતા કાટમાળના દ્રશ્યો અમેરિકાની લશ્કરી શક્તિ પર સવાલો ઉભા કરી રહ્યા છે. અહેવાલો મુજબ, 10 જેટલા સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં બેની હાલત અત્યંત નાજુક છે, જેના કારણે આ વિવાદ હવે ગંભીર યુદ્ધમાં ફેરવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
વ્યૂહાત્મક અંધાધૂંધી અને ભવિષ્યનું સંકટ સંરક્ષણ નિષ્ણાતો આ ઘટનાને અમેરિકા માટે 'ટૂંકા ગાળાનું સૌથી મોટું નુકસાન' ગણાવી રહ્યા છે. હીથર પેની જેવા એક્સપર્ટ્સનું માનવું છે કે AWACS વગર અમેરિકી પાઇલોટ્સ આકાશમાં 'અંધ' સમાન બની જશે, કારણ કે તેમને રડાર ગાઈડન્સ અને કમાન્ડ આપનાર મુખ્ય પ્લેટફોર્મ જ નાશ પામ્યું છે. આ નુકસાનને કારણે હવે મધ્ય-પૂર્વના આકાશમાં અમેરિકાનો દબદબો ઓછો થઈ શકે છે. જોકે અમેરિકા હવે બોઇંગ E-7 વેજટેલ જેવા નવા વિમાનો લાવવાની ઉતાવળ કરી રહ્યું છે, પરંતુ પ્રિન્સ સુલતાન એરબેઝ પર થયેલો આ હુમલો એ સાબિત કરે છે કે હવે અમેરિકાના સુરક્ષિત ઠેકાણાઓ પણ ઈરાની મિસાઈલોની પહોંચમાં છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
