<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

IE 100ની સૌથી વધુ શક્તિશાળી યાદી જાહેર :કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા 39માં ક્રમે: પીએમ મોદી પ્રથમ સ્થાને

ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને જય શાહ (22મો ક્રમ) જેવા પ્રભાવશાળી ગુજરાતીઓનો પણ સમાવેશ

નવી દિલ્હી : ઇન્ડિયન એક્સપ્રેસે વર્ષ 2026 માટેની '100 સૌથી શક્તિશાળી ભારતીયો' (IE100) ની યાદી જાહેર કરી છે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા 39માં ક્રમે છે  યાદીમાં મુખ્ય  પીએમ નરેડનરભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહ સતત 12માં વર્ષે પ્રથમ અને બીજા ક્રમે યથાવત રહ્યા છે. માંડવીયા જેઓ હાલમાં શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી તરીકે કાર્યરત છે, તેમનું સ્થાન આ વર્ષે 39મું છે. ગત વર્ષે (2025) તેઓ આ યાદીમાં 33મા સ્થાને હતા. આ યાદીમાં વડાપ્રધાન મોદી અને અમિતભાઈ શાહ ઉપરાંત ગૌતમ અદાણી, મુકેશ અંબાણી અને જય શાહ (22મો ક્રમ) જેવા પ્રભાવશાળી ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે ICC ના નવા અધ્યક્ષ તરીકે જય શાહ 22મા ક્રમે છે, જે રમતગમત વહીવટકર્તાઓમાં સૌથી ઉંચું સ્થાન ધરાવે છે. ક્રિકેટર રોહિત શર્મા (48મો ક્રમ) અને વિરાટ કોહલી પણ આ યાદીમાં સામેલ છે.

(8:49 PM IST)