<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th March 2026

કેનાડામાં PR મેળવવા મોંઘુ બન્યું : હવે વધુ પૈસા ચૂકવવા પડશે : સરકારે અરજીની ફી વધારી દીધી

નવી ફી 30 એપ્રિલ 2026થી લાગુ થશે. PR ઉપરાંત નાગરિકતા સંબંધિત ફી પણ વધારવામાં આવી

કેનાડામાં કામ કરતા વર્કર્સને કેટલાક વર્ષો બાદ PR મળી શકે છે. PR આપવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારના પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. ભારતીય વર્કર્સ પણ કેનાડામાં PR મેળવવામાં આગળ છે. પરંતુ હવે PR મેળવવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે, કારણ કે કેનેડાની સરકારે PR અરજીની ફી વધારી દીધી છે. નવી ફી 30 એપ્રિલ 2026થી લાગુ થશે. PR ઉપરાંત નાગરિકતા સંબંધિત ફી પણ વધારવામાં આવી છે.

ફી વધારાના કારણે એક્સપ્રેસ એન્ટ્રી અને પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ (PNP) જેવા ઇકોનોમિક પ્રોગ્રામ, ફેમિલી સ્પોન્સરશિપ અને પ્રોટેક્ટેડ પર્સન જેવી કેટેગરીઓ પર અસર પડશે. સાથે જ ‘રાઇટ ઓફ પરમાનેંટ રેસિડન્સ ફી’ (RPRF) પણ વધારવામાં આવી છે.

જો તમે 30 એપ્રિલ અથવા 31 માર્ચ પહેલા (અરજીના પ્રકાર મુજબ) ઓનલાઈન અરજી કરી અને જૂની ફી ભરી દીધી છે, તો તમને આ વધારાની ફી લાગુ નહીં પડે. પરંતુ જેમણે આ તારીખ પહેલા પેપર અરજી મોકલી છે, તેમને વધેલી ફીનો ફરક ચૂકવવો પડશે.

કઈ ફી વધારવામાં આવી છે?

રાઇટ ઓફ પરમાનેંટ રેસિડન્સ ફી: મુખ્ય અરજદાર અને જીવનસાથી માટે ફી 575 ડોલરથી

ફેડરલ હાઈ સ્કિલ્ડ (એક્સપ્રેસ એન્ટ્રી, PNP વગેરે): મુખ્ય અરજદાર અને જીવનસાથી માટે ફી 950 ડોલરથી

ફેડરલ હાઈ સ્કિલ્ડ: સાથે આવતા ડિપેન્ડન્ટ બાળક માટે ફી 260 ડોલરથી

બિઝનેસ પ્રોગ્રામ (ફેડરલ અને ક્યુબેક): મુખ્ય અરજદાર માટે ફી 1,810 ડોલરથી

બિઝનેસ પ્રોગ્રામ: જીવનસાથી માટે ફી 950 ડોલરથી

ફેમિલી રિયુનિફિકેશન: સ્પોન્સરશિપ ફી 85 ડોલરથી

ફેમિલી રિયુનિફિકેશન: સ્પોન્સર માટે મુખ્ય અરજદારની ફી 545 ડોલરથી

પરમિટ હોલ્ડર્સ ક્લાસ: મુખ્ય અરજદાર માટે ફી 375 ડોલરથી

હવે જો તમે પણ PR માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છો, તો વધારેલી ફી ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે. હાલમાં કેનેડાની સરકારનો ભાર આર્થિક આવક વધારવા પર છે.

(9:46 PM IST)