હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈઝરાયેલ અને અમેરિકાના ભારે હવાઈ હુમલા બાદ ઈરાનની રાજધાની તેહરાન, કરજ અને શમ્સ અબાદ સહિતના ઉત્તરીય શહેરોમાં અંધારપટ, વીજળી ગુલ
ઈરાનના ઊર્જા મંત્રાલયે તેહરાન પ્રાંતમાં ઊર્જા અને લશ્કરી માળખા પર થયેલા ભયાનક હુમલાઓ બાદ મોટા પાયે પાવર કટની સત્તાવાર પુષ્ટિ કરી

ઈરાનની રાજધાની તેહરાન અને તેના આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે થયેલા શ્રેણીબદ્ધ હવાઈ હુમલાઓને કારણે ભારે અંધારપટ છવાઈ ગયો છે. વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અને ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને એક્સ અને ટેલિગ્રામ પર વહેતી થયેલી માહિતી અનુસાર, ઈઝરાયેલ અથવા અમેરિકન એરફોર્સ દ્વારા ઈરાનના લશ્કરી અને ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાગત સુવિધાઓ) ને નિશાન બનાવવામાં આવ્યા હોવાની પ્રબળ આશંકા છે.
આ હુમલાઓ બાદ ઉત્તરીય ઈરાનના શહેરો જેવા કે કરજ, તેહરાન અને રાજધાની નજીક આવેલા શમ્સ અબાદમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ઈરાનના ઊર્જા મંત્રાલયે પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તેહરાન પ્રાંતમાં ઊર્જા સુવિધાઓ પર થયેલા તાજેતરના હુમલાઓને પગલે મોટા પાયે પાવર આઉટેજ (વીજ કાપ) ચાલુ છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી તસવીરો અને વીડિયોમાં તેહરાનની શેરીઓ અને રહેણાંક ઈમારતો અંધકારમાં ગરકાવ થયેલી જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓ અને સંરક્ષણ નિષ્ણાતો આ ઘટનાને મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુદ્ધની ભયાનક સ્થિતિના એક મોટા સંકેત તરીકે જોઈ રહ્યા છે. હાલમાં સ્થાનિક પ્રશાસન અને સૈન્ય દ્વારા નુકસાનીનો તાગ મેળવવામાં આવી રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
