<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

ઈરાન અને યુએઈ વચ્ચે તણાવ ચરમસીમાએ: ઈરાન દ્વારા ડ્રોન હુમલામાં સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના સૌથી મોટા ઓઈલ ટેન્કરને ઉડાવી દેવામાં આવ્યું

 

દુબઈ: અખાતી દેશોમાં યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે. પ્રાપ્ત સત્તાવાર અહેવાલો અને સોશિયલ મીડિયા 'એક્સ'  સહિતના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર વાયરલ થયેલી માહિતી અનુસાર, ઈરાન દ્વારા સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) ની માલિકીના સૌથી મોટા ઓઈલ ટેન્કર પર ભીષણ હુમલો કરી તેને ઉડાવી દેવામાં આવ્યું છે. 

 

શારજાહ અને ફુજૈરાહના દરિયાકાંઠે થયેલા આ ડ્રોન અને મિસાઈલ હુમલાને કારણે ટેન્કરમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ગલ્ફ વિસ્તારમાં વેપારી જહાજોની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો છે. 

 

આંતરરાષ્ટ્રીય મીડિયા મુજબ, ઈરાન દ્વારા સતત યુએઈના તેલ અને ગેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ભડકો થવાની શક્યતા છે.*

(9:36 AM IST)