News of Monday, 30th March 2026
ઈરાની સશસ્ત્ર દળોની યુએસ અને ઈઝરાયેલને ખુલ્લી ચેતવણી: રહેણાંક વિસ્તારો પર હુમલાના જવાબમાં દુશ્મનોના નેતાઓ અને કમાન્ડરોના ઘરોને નિશાન બનાવવાની ઘોષણા

મોસાદ કોમેન્ટ્રી અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનના સશસ્ત્ર દળોના મુખ્ય કમાન્ડ 'ખાતમ અલ-અંબિયા' ના પ્રવક્તા ઈબ્રાહીમ ઝોલફઘારીએ યુએસ અને ઈઝરાયેલને ગંભીર પરિણામો ભોગવવાની ખુલ્લી ચેતવણી આપી છે.
પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ઈરાનના રહેણાંક વિસ્તારોમાં અમારા નાગરિકો અને નેતાઓ પર થયેલા હુમલાઓના સીધા જવાબમાં હવે અમેરિકન અને ઈઝરાયેલી કમાન્ડરો તેમજ રાજકીય અધિકારીઓના ઘરોને નિશાન બનાવવામાં આવશે.
ઈરાન અને યુએસ-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં આ નિવેદનથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાની દળોનું કહેવું છે કે દુશ્મનો દ્વારા કરવામાં આવતા અમાનવીય હુમલાઓનો આ જ ભાષામાં સચોટ જવાબ આપવામાં આવશે. આ ધમકીથી મધ્ય પૂર્વમાં હિંસાનો વ્યાપ વધુ ફેલાવાની પૂરી દહેશત ઊભી થઈ છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
