હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઇઝરાયેલ પોલીસે કાર્ડિનલ પિઅરબેટિસ્ટા પિઝાબાલા અને ચર્ચના સત્તાવાર ગાર્ડિયન રેવરન્ડ ફ્રાન્સેસ્કો આઇલ્પોને "પામ સન્ડે" તહેવારની ઉજવણી માટે ઓલ્ડ સિટીમાં પ્રવેશતા અટકાવ્યા: વિવાદ વકરતા ચર્ચ ઓફ ધ હોલી સેપલચરમાં તાત્કાલિક પ્રવેશ આપવા નેતન્યાહુએ સીધો હુકમ કરવો પડ્યો.

જેરુસલેમમાં ખ્રિસ્તી સમુદાયના પવિત્ર તહેવાર પામ સન્ડેની ઉજવણી દરમિયાન એક મોટો અને સંવેદનશીલ વિવાદ ઊભો થયો હતો. ઇઝરાયેલી પોલીસ દ્વારા વહેલી સવારે લેટિન પેટ્રિઆર્ક, કાર્ડિનલ પિઅરબેટિસ્ટા પિઝાબાલા અને ચર્ચના સત્તાવાર ગાર્ડિયન રેવરન્ડ ફ્રાન્સેસ્કો આઇલ્પોને જેરુસલેમના ઐતિહાસિક ઓલ્ડ સિટીમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.
તેઓ પામ સન્ડે માસની પરંપરાગત ઉજવણી અને પ્રાર્થના માટે જઈ રહ્યા હતા ત્યારે જ તેમને રોકવામાં આવતા ભારે નારાજગી જોવા મળી હતી. આ ઘટનાના પડઘા આંતરરાષ્ટ્રીય સ્તરે પડવાની અને ખ્રિસ્તી જગતમાં રોષ ફેલાવવાની શક્યતા ઊભી થતાં, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તાત્કાલિક દખલગીરી કરવાની ફરજ પડી હતી.
પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા અને થાળે પાડવા માટે પીએમ નેતન્યાહુએ સીધો આદેશ જારી કર્યો હતો. તેમણે કાર્ડિનલ પિઝાબાલાને જેરુસલેમના સૌથી પવિત્ર મનાતા ઐતિહાસિક ચર્ચ ઓફ ધ હોલી સેપલચરમાં તાત્કાલિક પ્રવેશ આપવાની મંજૂરી આપી હતી.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ અને તંગદિલી પહેલેથી જ ચરમસીમાએ છે અને ધાર્મિક સ્થળો પર પ્રવેશના મુદ્દે અવારનવાર ઘર્ષણ થતું રહે છે, ત્યારે વડાપ્રધાનનો આ નિર્ણય સમયસૂચકતા દર્શાવે છે. *









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
