હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાને ૩ અબજ ડોલરનું જંગી નુકસાન
ફાઈટર વિમાનો,ડ્રોન્સ, જહાજો અને રડાર તેમજ સર્વેલન્સ સિસ્ટમની ભારે તબાહી : પહેલાં ત્રણ અઠવાડિયામાં જ અમેરિકાની આર્મીને થયેલા નુકસાન અને રિપેરિંગનો અંદાજિત ખર્ચ ૧.૪ અબજ ડોલરથી ૨.૯ અબજ ડોલર વચ્ચે થયો છે, પેન્ટાગોન દ્વારા ટ્રમ્પ સરકાર પાસે ૨૦૦ અબજ ડોલરના વધારાના ખર્ચ માટે મંજૂરી માગવામાં આવી, હજુ પણ જંગી નુકસાનની આશંકા

વોશિગ્ટન,તા.૩૦: ઈરાન સાથે ચાલી રહેલા યુધ્ધમાં અમેરિકાને એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં ૩ અબજ ડોલરનું જંગી નુકસાન થયું છે. પહેલા ત્રણ અઠવાડીયામાં જ અમેરિકાની આર્મીને થયેલા નુકસાન અને રિપેરિગનો અંદાજિત ખર્ચ ૧.૪ અબજ ડોલરથી ૨.૯ અબજ ડોલર વચ્ચે થયો છે. ખાસ કરીને ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ્સ તેમજ ડ્રોન્સ હુમલાને કારણે અમેરિકાનાં ફાઈટર જેટ વિમાનો, ડ્રોન્સ,
જહાજો, રડાર અને સર્વેલન્સ સિસ્ટમનો નાશ થયો છે. ઈરાન દ્વારા ઈઝરાયેલ તેમજ મિડલ ઈસ્ટમાં સહયોગી દેશોમાં અમેરિકાનાં લશ્કરી થાણાઓ પર ભારે હુમલા કરાયા હતા જેમાં અમેરિકાના શષ સરંજામનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો. પેન્ટાગોન દ્વારા ટ્રમ્પ સરકાર પાસે ૨૦૦ અબજ ડોલરનાં વધારાનાં ખર્ચ માટે મંજૂરી માંગવામાં આવી છે. ૧ માર્ચે અમેરિકાનાં ૩૬-૧૫૪ વિમાનોને ભૂલથી
કુવૈત દ્વારા તોડી પડાયા હતા. આ દરેક વિમાનની કિમત ૧૦૦ મિલિયન ડોલર હોવાનું અનુમાન છે. એક જ્-૩૫ખ્ વિમાનને નુકસાન થયું હતું. આવા એક વિમાનની કિમત ૮૨.૫ મિલિયન ડોલર છે. સાઉદીનાં પ્રિન્સ સુલતાન એર બેઝ પર ૫ KC-135 વિમાનને નુકસાન થયું હતું. તેની જગ્યાએ ખરીદવામાં આવનાર દરેક KC-46 પેગાસસ વિમાનની કિમત ૧૬૫ મિલિયન ડોલર છે.
કરોડોના ડ્રોન્સનું નુકસાન
ડ્રોન્સનાં કાફલાને મોટું નુકસાન થયું છે. યુદ્ધ શરૂ થયા પછી ૧૨થી વધુ પ્મ્-૯ રીપર ડ્રોનનો નાશ થયો છે. જેમાં ૮ ડ્રોન્સ ઈરાનના મિસાઈલ્સ હુમલામાં અને ૩ જમીન પર નાશ પામ્યા હતા. દરેક ડ્રોનની કિમત ૧૬ મિલિયન ડોલર છે.
મિસાઈલ્સ અને રડાર સિસ્ટમ્સ
જોર્ડનમાં નુકસાન પામેલી AN/TPY-૨ રડાર સિસ્ટમ કે જે વ્ણ્ખ્ખ્ઝ બેટરીનો હિસ્સો છે જેની અંદાજિત કિમત ૩૦૦ મિલિયન ડોલરથી વધારે છે. કતારમાં ગોઠવેલા AN/FPS-132 રડારને નુકસાન થયું છે જેની કિમત ૧ અબજ ડોલર છે. યુદ્ધમાં જોડાયેલા જહાજ USS Gerald R. Fordમાં આગ લાગી હતી તેને કરોડોનું નુકસાન થયું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
