<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

RBIએ જાહેર ક્ષેત્રની ૩ બેન્‍કોને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

યુનિયન બેન્‍ક ઓફ ઇન્‍ડિયા, બેન્‍ક ઓફ ઇન્‍ડિયા, સેન્‍ટ્રલ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા અને પાઇન લેબ્‍સે ગ્રાહકોનાં હિત, KYC અને લેવડદેવડના નિયમોનું ઉલ્‍લંઘન કર્યું હતું

મુંબઈ,તા.૩૦: રિઝર્વ બેન્‍ક ઑફ ઇન્‍ડિયા (RBI)એ બેન્‍કિંગ નિયમોનું પાલન ન કરવા બદલ યુનિયન બેન્‍ક ઑફ ઇન્‍ડિયા પર ૯૫.૪૦ લાખ રૂપિયા, સેન્‍ટ્રલ બેન્‍ક ઑફ ઇન્‍ડિયા પર ૬૩.૬૦ લાખ રૂપિયા, બેન્‍ક ઑફ ઇન્‍ડિયા પર ૫૮.૫૦ લાખ રૂપિયા અને પાઇન લેબ્‍સ પર ૩.૧૦ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

યુનિયન બેન્‍ક ઑફ ઇન્‍ડિયા ગ્રાહક સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્દેશોનું પાલન કરવામાં નિષ્‍ફળ રહી છે. કેટલાક કિસ્‍સાઓમાં બેન્‍ક ગેરકાયદે ઇલેક્‍ટ્રોનિક વ્‍યવહારોની ફરિયાદો મળ્‍યાના ૧૦ કાર્યકારી દિવસોમાં ગ્રાહકોના ખાતામાં રકમ પરત કરવામાં નિષ્‍ફળ રહી હતી. બેન્‍ક ગ્રાહકોને ગેરકાયદે વ્‍યવહારોની જાણ કરવા માટે ૨૪ કલાકની સુવિધા પૂરી પાડવામાં નિષ્‍ફળ રહી હતી. વધુમાં કેટલાંક કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) ખાતાંઓમાં સિસ્‍ટમ-આધારિત સંપત્તિ વર્ગીકરણને બદલે મેન્‍યુઅલ હસ્‍તક્ષેપ કરવામાં આવ્‍યો હતો જે નિયમોની વિરુદ્ધ છે.

સેન્‍ટ્રલ બેન્‍ક ઑફ ઇન્‍ડિયાને KYC (નો યોર કસ્‍ટમર) નિયમોનું યોગ્‍ય રીતે પાલન કરવામાં નિષ્‍ફળ રહેવા બદલ દંડ ફટકારવામાં આવ્‍યો હતો. બેન્‍ક નિર્ધારિત સમયમર્યાદામાં કેટલાક ગ્રાહકોના ધ્‍ળ્‍ઘ્‍ રેકોર્ડ સેન્‍ટ્રલ KYC રજિસ્‍ટ્રીમાં અપલોડ કરવામાં નિષ્‍ફળ રહી હતી. વધુમાં બેન્‍કે કેટલાક ગ્રાહકો માટે વધારાનાં બેઝિક સેવિગ્‍સ બેન્‍ક ડિપોઝિટ (BSBD) ખાતાં ખોલ્‍યાં હતાં, જેમની પાસે પહેલેથી જ આવાં ખાતાં હતાં. આને નિયમનકારી નિયમોનું ઉલ્‍લંઘન પણ માનવામાં આવ્‍યું હતું.

RBIએ કેટલાંક પ્રાયોરિટી સેક્‍ટર લોન અકાઉન્‍ટ્‍સ પર અયોગ્‍ય રીતે ફી વસૂલવા બદલ બેન્‍ક ઑફ ઇન્‍ડિયા સામે કાર્યવાહી કરી હતી. બેન્‍કે ઍડ-હોક સર્વિસચાર્જ, નિરીક્ષણ-ફી અને પ્રોસેસિગ-ફી જેવા ચાર્જ વસૂલ્‍યા હતા જે નિયમો અનુસાર નહોતા. વધુમાં બેન્‍ક પાકતી મુદતથી ચુકવણી તારીખ સુધી ચોક્કસ ફિક્‍સ્‍ડ ડિપોઝિટ રસીદો પર વ્‍યાજ ચૂકવવામાં પણ નિષ્‍ફળ રહી હતી, જે ગ્રાહક હિતોની વિરુદ્ધ છે.

RBIએ પ્રી-પેઇડ પેમેન્‍ટ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ્‍સ (PPI) જારી કરતી વખતે KYCના નિયમોનું પાલન કરવામાં નિષ્‍ફળ રહેવા બદલ પાઇન લેબ્‍સને દંડ પણ ફટકાર્યો હતો. કંપનીએ ઘણા ગ્રાહકોને તેમની KYC આવશ્‍યકતાઓ પૂરી કર્યા વિના પૂર્ણ KYC PPI જારી કર્યા હતા જે નિયમોનું ઉલ્‍લંઘન છે.

RBIએ સ્‍પષ્ટતા કરી કે સંબંધિત સંસ્‍થાઓ દ્વારા નિયમનકારી માર્ગદર્શિકાનું પાલન ન કરવાને કારણે આ દંડ લાદવામાં આવ્‍યો હતો, જેનો ઉદ્દેશ બેન્‍કિંગ સિસ્‍ટમને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવાનો છે. ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવા માટે નિયમોનું કડક પાલન જરૂરી છે.

(10:02 AM IST)