હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધુરંધર ૨ વેજ થાલી, ૧૧૯૯ રૂપિયામાં ૩૫થી વધુ વાનગીઓ
દિલ્હીમાં અંગીઠી તડકા નામની એક રેસ્ટોરાંએ સ્પેશ્યલ ‘ધુરંધર ૨' વેજ થાલી લોન્ચ કરી

નવી દિલ્હી,તા.૩૦: દિલ્હીમાં અંગીઠી તડકા નામની એક રેસ્ટોરાંએ સ્પેશ્યલ ‘ધુરંધર ૨' વેજ થાલી લોન્ચ કરી છે. એમાં ૩૫થી વધુ વાનગીઓ પીરસવામાં આવે છે. એની કિમત ૧૧૯૯ રૂપિયા છે. આ એક થાળી છે પણ એકસાથે ત્રણથી ૪ જણ ખાઈ શકે છે. આ થાળીમાં વરાઇટી અને પ્રેઝન્ટેશન પણ અદ્વુત રીતે કરવામાં આવ્યું છે. રેસ્ટોરાંના પંજાબી માલિક આ થાળીમાં કઈ ચીજો અને કેટલા પ્રકારની વાનગીઓ છે એ સમજાવતા હોય એવી વિડિયો-ક્લિપ વાઇરલ થઈ છે. એમાં મુખ્યત્વે ૩ સેક્શન છે. આ થાળીમાં ઇન્ડિયન અને પંજાબી, ઇન્ડો-ચાઇનીઝ અને તંદૂરી એમ ૩ સેક્શન છે. જાયન્ટ થાળીમાં સૌથી પહેલી શરૂઆત સ્ટાર્ટર્સથી થાય છે. એમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, ફ્રાઇડ મોમોઝ, મસાલા કોર્ન, સ્પ્રિંગ રોલ, દહી કે શોલે, મંચુરિયન અને નૂડલ્સ છે. એમાં ૪ પંજાબી શાક, પનીર ટિક્કા, વેજ સીખ કબાબ અને ચાપ આઇટમો ઉપરાંત પાંચ પ્રકારની રોટલીઓ અને પાપડ તેમ જ જાતજાતની ચટણીઓ પણ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
